બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / Health Tips Don't skip morning breakfast, increase risk of many diseases

હેલ્થ ટિપ્સ / સવારે નાસ્તો ન કરવાથી ઘણી બીમારીનો ખતરો, બીપી અને સુગરના દર્દીઓ ખાસ ધ્યાન રાખજો

Vidhata

Last Updated: 03:32 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપની સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. રોગોથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે.

મોટાભાગના લોકોને ખબર છે કે સવારે નાસ્તો કરવો કેટલો જરૂર છે. આમ છતાં ઘણી વખત લોકો ઓફિસ કે કોલેજ પહોંચવાની ઉતાવળને કારણે અથવા ડાયેટિંગના કારણે નાસ્તો નથી કરતાં. લાંબા સમય સુધી આ આદત રહેવાના કારણે વ્યક્તિના શરીરમાં પોષક તત્વોની ઉણપ થવા લાગે છે. જેના કારણે તેનું શરીર જલ્દી જ રોગોનો શિકાર પણ બનવા લાગે છે. ઘણા સંશોધનો અને અભ્યાસો પણ આ વાતની પુષ્ટિ કરે છે કે નાસ્તો સ્કીપ કરવો એટલે શરીરને રોગનું શિકાર બનાવવું. રોગોથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ સવારે નાસ્તો ન કરવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

શા માટે ન છોડવો જોઈએ સવારનો નાસ્તો

સવારનો નાસ્તો માણસને દિવસભર ઉર્જાવાન રાખે છે પણ સાથે જ શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વસ્થ રાખે છે. સવારે નાસ્તો ન કરવાથી, વ્યક્તિને સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ અને તણાવ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ સવારે ઉઠ્યાના 1 કલાકની અંદર નાસ્તો કરવાની સલાહ આપે છે.

સવારનો નાસ્તો છોડવાથી સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

સ્થૂળતા - જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોની સીધી અસર આપણા શરીર પર પડે છે. સવારે નાસ્તો ન કરવાને કારણે તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો. સવારનો નાસ્તો એટલે દિવસનું પહેલું ભોજન. આખી રાત ઉપવાસ કર્યા પછી સવારે નાસ્તો કરવાથી શરીરને ઉર્જા મળે છે. પરંતુ જો નાસ્તો છોડવામાં આવે તો શરીરની ઉર્જા માટે ચરબી અને ખાંડની વધુ માત્રાવાળી વસ્તુઓ ખાવાની લાલસા વધે છે. જે ભવિષ્યમાં વજન વધવાનું કારણ બની શકે છે.

પોષક તત્વોની ઉણપ - સવારે નાસ્તો કરવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. પરંતુ જો નાસ્તો સ્કીપ કરવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપની સાથે ડેફિશિયન્સી ડિસીઝ થવાનો ખતરો વધી જાય છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની સંભાવના પણ વધી જાય છે.

ડાયાબિટીસનું જોખમ - નાસ્તો છોડવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ થતું નથી. જેના કારણે ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. જે લોકોના પરિવારમાં પહેલેથી કોઈ વ્યક્તિને જ ડાયાબિટીસ છે તેઓએ તેમના નાસ્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર - ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જે લોકો નાસ્તો નથી કરતા તેમને હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ વધારે હોય છે. સવારે નાસ્તો ન કરવાને કારણે લોકોમાં સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આ બધા હૃદય રોગના રિસ્ક ફેક્ટર્સમાં સામેલ છે. આ જ કારણ છે કે નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

વધુ વાંચો: કસરત દરમ્યાન ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા, નહીંતર વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો

નબળી રોગપ્રતિકારક શક્તિ - સવારે નાસ્તો ન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે તમારું શરીર ઘણા પ્રકારના ચેપ અને બિમારીઓનું શિકાર બની શકે છે. તમને જણાવી દઈએ કે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિને અનેક પ્રકારના ચેપ અને રોગોથી બચાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ