બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Harsh Sanghvi's meeting with BJP Kshatriya Samaj leaders in Rajkot

રૂપાલા વિવાદ / રાજકોટમાં ભાજપ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીની બેઠક, વિરોધ થશે શાંત?

Dinesh

Last Updated: 11:54 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી છે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હજુ પણ કયાંક જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી.  હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે ખાનગી હોટલમાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ
રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જેઓ એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને શાંત કરવાના પ્રયાસને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી કેટલીક બાબતો જણાવી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.

અગાઉ બેઠક નિષ્ફળ રહી હતી
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ યથાવત છે. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી. 

વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 23 બેઠક પર જ લડશે ચૂંટણી, 1 સીટ પર ફોર્મ રદ થયું તો બે સીટ AAP ને ફાળે

પરષોત્તમ રૂપાલાએ શું નિવેદન આપ્યું હતું
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ