ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરાના સમાચાર / Cricket / hardik pandya has posted an emotional post about his father on insta
Last Updated: 04:12 PM, 18 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં નવી ફ્રેન્ચાઈસી ગુજરાત ટાઈટન્સની કપ્તાની કરતા જોવા મળશે. આ ફ્રેન્ચાઈસીએ પંડ્યાને 15 કરોડમાં પોતાની સાથે જોડ્યા છે. હાર્દિક છેલ્લી વાર ગયા વર્ષે આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં રમતા જોવા મળ્યા હતા. ત્યાર બાદથી તેઓ ટીમની બહાર છે. ગયા થોડા સમયથી હાર્દિકને બોલિંગ કરવામાં તકલીફ પડી રહી છે. તેમણે આઈપીએલની પાછલી સિઝનમાં બોલિંગ કરી ન હતી, જ્યારે ટી20 વિશ્વકપમાં તેઓ માત્ર 2 ઓવર જ નાંખી શક્યા હતા. આવામાં આઇપીએલની આગામી સીઝનમાં તેઓ બોલીંગ કરશે કે નહિ, તેના પર બધાની નજરો રહેશે.
28 વર્ષીય હાર્દિક પંડ્યાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો. પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પેજ પર અપલોડ કરાયેલ વીડિયોમાં હાર્દિક પોતાના દીવાંગત પિતા સાથે જોવા મળે છે તથા પોતાના પિતાના રૂમની લાઈટ કરીને તેમને સરપ્રાઈઝ આપી રહ્યા છે. પિતા હાર્દિકને જોઇને તેમને ભેંટી પડે છે. હાર્દિકે કેપ્શનમાં લખ્યું કે કાશ! આ સરપ્રાઈઝ મને તમરા તરફથી મળી શકત ડેડી. તમારી હંમેશા યાદ આવે છે. હાર્દિકના પિતાનું નિધન ગયા વર્ષે જાન્યુઆરીમાં હાર્ટ એટેકથી થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આઈપીએલમાં 92 મેચ રમી ચુક્યા છે હાર્દિક
આઈપીએલમાં મુંબઈનો હિસ્સો રહેલ હાર્દિકને આઈપીએલ 2022 ઓક્શન પહેલા જ ફ્રેન્ચાઈસીએ રિલીઝ કર્યા હતા. હાર્દિક પંડ્યાએ આ ટી20 લીગમાં આત્યાર સુધી 92 મેચ રમી છે. ડાબા હાથના આ બોલરે લગભગ 155ના સ્ટ્રાઈક રેટથી કુલ 1476 રન બનાવ્યા છે. આ દરમિયાન ભારતીય હરફનમૌલા ખેલાડીએ પોતાની મધ્યમ ગતિની બોલિંગથી કુલ 42 વિકેટ લીધી.
ADVERTISEMENT

હાર્દિકે ભારત તરફથી 11 ટેસ્ટ, 63 વનડે તથા 54 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં હાર્દિકના નામ પર 532 રન છે જ્યારે વનડેમાં 1286 રન બનાવ્યા છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ઓલરાઉન્ડરે 553 રન બનાવ્યા છે . પીઠની સર્જરી બાદથી હાર્દિક પાછલા 2 વર્ષથી ફિટનેસની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યા છે. તેઓ આ સમયે રીહેબની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો