બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / gujarat school with innovative ideas

આધુનિક સ્કૂલ / ગુજરાતની આ સરકારી શાળા છે સંપૂર્ણ ડિજિટલ, અહીં બાળકો દર મહિને ઈ-મેગેઝિન પણ લોન્ચ કરે છે

Published By: Mehul

Last Updated: 08:52 PM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી શાળાના શિક્ષણને શરમ આવે એવી અને સરકારી પ્રાથમિક શાળા માટે ઉદાહરણ સમાન ખમીરવંતા ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી વાઘજીપુર પે સેન્ટર પ્રાથમિક શાળા આજે તેની અનોખી શૈક્ષણિક પ્રવૃણિઓથી રાજ્ય-દેશ અને વિદેશમાં ખુબ જાણીતી બની છે.

પૌરાણિક મહત્વ ધરાવતા ઉત્કંઠેશ્વર મહાદેવ અને વાત્રક નદીને કિનારે વાઘજીપુર ગામના મધ્યે આવેલી છે વાઘજીપુર પે સે શાળા. વૃક્ષોથી ઘેરાયેલી અને બાલ પ્રોજેક્ટથી શોભતું શાળાનું પરિસર પણ નયનરમ્ય છે. હાલ ૧૮૩ બાળકો આ શાળામાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના 7 શિક્ષકોએ આ શાળાને જીલ્લાની પ્રથમ ડીજીટલ સ્માર્ટ સ્કુલ બનાવી છે. બીજી પ્રાથમિક શાળાઓથી અનોખી પ્રવૃત્તિઓથી શાળાને મળ્યું એક નવું નામ 'પ્રયોગોની પાઠશાળા.'

ખેડા અને ગાંધીનગર જીલ્લાની સરહદે આવેલ કપડવંજ તાલુકાના છેવાડે આવેલ વાઘજીપુર ગામમાં આવેલ વાગ્જીપુર પ્રાથમિક પે સેન્ટર શાળા શિક્ષકો ગ્રામજનો અને દાતાઓ સાથે વિદ્યાર્થીઓના મહેનતથી સરકારી શાળાના નામે પ્રથમ દ્રષ્ટીએ ઉભી થતી છબીને બદલી છે. આજે આ શાળા ગુજરાતની નંબર વન શાળા બની છે જેને ગુણગાન કરી સરકાર પોતાના પ્રાથમિક શિક્ષણ ની ખરડાયેલ છબીને સુંદર બનાવવા પ્રયાસ કરે છે. 

શાળાનો લાઈવ ઈ બ્લોગ :

ટેકનોલોજીનાં જમાનામાં શાળાની પ્રવૃત્તિઓ વિશ્વ સુધી પહોંચાડવા શાળાએ ૨૦૧૪ માં http://vaghjipurpsschool.blogspot.com/?m=1 નાં નામે શાળાનો જીવંત બ્લોગ શરૂ કયો હતો. જેમાં શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓ મુકાય છે સાથે સાથે શાળાનું માસિક ઈ મેગેઝીન દર માસે બ્લોગ પર પ્રકાશિત થાય છે. બ્લોગની ખાસ વિશેષતાએ છે કે શાળાને દાન આપનાર તમામ દાતાઓનો નામ સાથે એક ઋણ સ્વીકાર પત્ર મુકાય છે. 

ઈ મેગઝીન 'ઝરણું' :

શાળાની દર માસે થતી પ્રવૃત્તિઓ સમાજ સમક્ષ મુકવા શાળાએ ડીસેમ્બર ૨૦૧૬થી 'ઝરણું' નામે ઈ મેગઝીન શરૂ કરેલ છે. જેમાં માસ દરમ્યાન શાળામાં થતી પ્રવુત્તિઓની વિગતો સાથે શાળાના શિક્ષકોના તથા અન્ય શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓના લેખ છાપવામાં આવે છે. બાળકોએ દોરેલા ભીતચિત્રો, બનાવેલા નમૂનાઓ તથા માસ દરમ્યાન આવતા તહેવારો, ઉત્સવો અને સામાજિક કામો સાથે બાળકો દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રકાશિત થાય છે. 

 

એજ્યુકેશનલ ઇનોવેશન :

ડીજીટલ ક્લાસ :

કમ્પયુટર વિહોણી આ શાળાએ ૩ વર્ષ પહેલા ગામલોકોના સહકારથી બે ડીજીટલ ક્લાસ શરૂ કયાટ હતા. જેમાં ઈ પાઠશાળાનું સોફ્ટવેરની મદદથી ધોરણ ૫ થી ૮ નાં તમામ વિષયોને ઓન સ્ક્રીન શીખવવામાં આવી રહ્યા છે. આ ડીજીટલ ક્લાસની ખાસ વાત એ છે કે અહી રજુ થતું ઈ કન્ટેન્ટ દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમમાં છે. જેનાથી બાળકોને એકમ સમજવામાં સરળતા રહે છે. જેથી વિદ્યાર્થીઓ ને વર્ગ દરમિયાન શીખેલું સરળતાથી યાદ રહી જાય છે. 

ઝોળી લાયબ્રેરી :

શાળાના પુસ્તકાલયનો શાળાના બાળકો તો નિયમિત પણે  ઉપયોગ કરે જ છે સાથે  શાળાએ આ પુસ્તકાલયને ગામના લોકો-વાલીઓ સુધી વિસ્તાર્યું  છે. દર શનિવારે  શાળાના એક શિક્ષક તથા બે બાળકો ઝોળી લઈને ગામમાં ફળીયે ફળીયે ફરીને ઘેર ઘેર પુસ્તકો આપે છે. જેનો એક જ મંત્ર છે એક જ પ્રયાસ, ગામ કરે અભ્યાસ. 

ઝીરો ધોરણ :

આ પ્રયાસ અને પ્રયોગ ને રાજ્ય સરકાર પણ વખાણી ચુકી છે એક તરફ સરકારી શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે જેને લઇ આ એક અનોખો પ્રયાસ વાઘજીપુર પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવેલ છે એકતરફ સરકારી શાળાઓના બાળકો ખાનગી શાળાઓમાં જઈ રહ્યા છે. આ બાબતને ધ્યાને લઈ શાળાએ જુન માસમાં વેકેશન પડતા પહેલા ૪૫ દિવસ અગાઉ એક વર્ગ શરૂ કયો.જેને નામ આપયું 'ઝીરો ધોરણ'. જેમાં વેકેશન પછી પ્રવેશોત્સવમાં પ્રવેશ લેનાર બાળકોને વેકેશન પહેલા બોલાવવામાં આવે છે.

ઈંગ્લીસ લેન્ગવેજ લેબ :

વાઘજીપુર પ્રાથમિક શાળાને સરકાર તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મળયો. શાળાએ તેમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચાર સુધારા માટે ઈંગ્લીશ લેન્ગવેજ લેબ શરૂ કરી. જેમાં બાળકો હેડ ફોન અને માઈકની મદદથી ઓનલાઈન જાતે સ્વર, વ્યંજન, શબ્દો , વાક્યો સાંભળે છે અને બાદ તેનો સાચો ઉચ્ચાર કરવા પ્રયત્ન કરે છે. તેને કરેલા પ્રયત્નને સોફ્ટવેર ચકાસે છે અને તેની ટકાવારી પિ તરત જ આપી દે છે. વધેલી ટકાવારી બાળકના ઉત્સાહને વધારે છે. આમ ટેકનોલોજીની મદદથી બાળકો સરળતાથી અંગ્રેજી ભાષાના ઉચ્ચાર દોષ સુધારી શકે છે. આ પ્રયોગથી વિદ્યાર્થીઓ ઈંગ્લીસ બોલવા અને વાચવામાં સફળ બન્યા અને ઉત્સાહી રૂપે ઈંગ્લીસ ભાષા પ્રત્યે શાળામાં આવતા થયા.

ફ્લેગ ઓફ ધ ડે :

આજે દરેક પ્રાથમિક શાળામાં દૈનિક  ગેર હાજરીનો મોટો પ્રશ્ન છે. શાળાએ આ સમસ્યા ઉકેલવા ફ્લેગ ઓફ ધ ડે(આજનો ધ્વજ ) નામે એક પ્રવુત્તિ શરૂ કરી. જેમાં શાળાએ છોકરાઓનો સફેદ અને છોકરીઓનો ગુલાબી ધ્વજ બનાવ્યો છે. દરરોજ પ્રાર્થનામાં હાજર બાળકોની હાજરી ગણવામાં આવે છે છોકરાઓ અને છોકરીઓની હાજરીની ટકાવારી પરથી વધુ સંખ્યા વાળા ગૃપના ધ્વજને શાળાના ગેટ પર ફરકાવવામાં આવે છે. 

અનોખો બાળમેળો :

વાગ્જીપુર પ્રાથમિક શાળામાં દર વષે વિદ્યાર્થીઓના જીવન કૌશલ્યોની ખીલવવા માટે બાળમેળો ઉજવાય છે. શાળાએ તેને અનોખી રીતે ઉજવ્યો.શાળાએ ભવિષ્યમાં બાળકોને કયા ક્ષેત્રમાં જવું છે તેની પ્રેરણા મળી રહે તેવા શુભ આશય સાથે આનોખો બાળમેળો યોજ્યો. 

અમારા શબ્દકોશ :

અભ્યાસ ક્રમમાં સામેલ કોર્ષ ઓળખાવો મુદ્દાની સમજ માટે શાળાએ ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી અને અંગ્રેજીનાં પાઠ્યપુસ્તક માંથી બાળકો પાસે કોર્ષ આધારિત શબ્દો શોધાવી તેને શબ્દકોશમાં નોંધાવી પોતાના શબ્દકોશ તૈયાર કરાવેલ છે. બજારમાંથી તૈયાર મળતા શબ્દકોશની જગ્યાએ અભ્યાસક્રમ આધારિત શબ્દકોશ બનાવવામાં શબ્દોને શોધવાનો, અલગ કરવાનો, લખવાનો મહાવરો બાળકોને બધું શીખવી જાય છે.

૩D ટેકનોલોજીનો ઉપયોગ :

શાળાએ દિલ્હીથી  થ્રી ડી ચશ્માં મંગાવી ગામડાના બાળકોને થ્રી ડી નો અનુભવ પૂરો પાડવાના આશયથી શાળા કક્ષાએ થ્રી ડી થીયેટર ઉભું કરેલ છે. જેમાં બાળકોને થ્રી ડી મનોરંજન વિડીઓ તો બતાવાય છે સાથે સાથે એક સંકલનથી થ્રી ડી વિડીઓ પણ બતાવી અનુભવ પૂરો પડાય છે. 

ઈંગ્લીસ સ્પોકન ક્લાસ :

શાળાનાં બાળકોની અંગ્રેજી ભાષાની કચાસ દુર કરવા તથા વાર્ષિક પરીક્ષાથી વેકેશન સુધીના સમય ગાળાના સદુપયોગ માટે શાળાએ ઈંગ્લીસ સ્પોકન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧૫ ણદવસ સુધી અંગ્રેજી વિષયના નિષ્ણાત શક્ષકો, પ્રોફેસર, સ્પોકન ક્લાસના અનુભવી તજજ્ઞોને બોલાવી પધ્ધતિસર, મુદ્દાઓ આધારિત, સંદર્ભ સાહિત્ય  આપીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને અંગ્રેજી શીખવવાનો એક ઉમદા પ્રયાસ કયો છે. 

સેન્ડ ટ્રે :

રેતીમાં અક્ષરો કાઢવાની પદ્ધતિ ખુબ જૂની છે. પણ હાલ આ પદ્ધતિનો ઉપયોગ નહીવત જોવા મળે છે. ધોરણ ૧ માં આવનાર બાળકને પેન પાટી પકડાવીને લેખનનું કામ આપી દેવાય છે. શાળાએ આ અભ્યાસ પ્રથાને રસમય બનાવવા માટે તૈયાર કરી સેન્ડ ટ્રે એક ૧.૫ *૩ ફૂટની લોખંડની ટ્રે બનાવી તેમાં ચારેલી રેતી ભરવામાં આવી. જેમાં બાળકોને આડી ઉભી રેખાઓ, ચિત્રો, આકારો દોરાવી બાળકોને લેખન એ એક રસપ્રદ બનાવ્યું છે તેવો અનુભવ કરાવવામાં આવ્યો. આમેય નાના બાળકોને રેતીમાં રમવું બહુ ગમતું હોય છે જેથી બાળકોને અંકોનું લેખન કરાવવામાં સહેજે તકલીફ નથી પડતી અને ઝડપથી તે શીખી શકે છે.  

વોલ ઓફ આર્ટ :

બાળકોમાં રહેલી કલાને એક પ્લેટફોર્મ આપવા શાળાએ શરુ કરી વોલ ઓફ આર્ટ એટલે કે કલાની દીવાલ કે જ્યાં બાળકો પોતાના નવરાશના સમયમાં પોતાની કલાને શાળા સમક્ષ મૂકી શકે. જ્યાં એક સાથે  બાળકો એક જ જગ્યાએ બેસીને ચિત્રો દોરે છે અને જે ચિત્ર સારું હોઈ તે બાળકને પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે અત્યાર સુધી આ શાળામાં તમામ બાળકો કોઈક ને કોઈ સારું ચિત્ર બનાવી ચુક્યા છે.

જ્ઞાન પરબ :

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને બાળકોમાં  જ્ઞાન વિકસાવવા માટે બાળકો આ જ્ઞાન પરબ બનાવવામાં આવી છે જેમાં બધા જ પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા છે જે તમામ વર્ગના વિદ્યાર્થીઓ આ ઓપન લાઈબ્રેરીમાં બેસી વાંચન કરે છે જેથી તેમનામાં વાચકના ગુણ વિકશે છે.

સ્પેલિંગ ઓફ ધ ડે :

અંગ્રેજી ભાષાનું શબ્દ ભંડોળ વધારવાના આશયથી શાળાના વર્ગ બહાર એક બોર્ડ બનાવવામાં આવ્યું કે જ્યાં બાળકો દરરોજ પાંચ સ્પેલિંગ અને એનો અર્થ ઉચ્ચાર સાથે લખે છે  જેનાથી બાળકોને રોજ નવા પાંચ સ્પેલિંગ લખતા વાચતા અને બોલતા શીખવા મળે છે અને તેનાથી તેને ઈગ્લીસ સમજવા અને બોલવામાં સરળતા રહે છે.  

ઈકોલોજીકલ સેનીટેશન :

પેરીસ અને ફ્રાંસથી ૨૧ જેટલા આર્કિટેક્ટ દ્વારા ગત વેકેશનમાં આવીને માત્ર ૧૦ દિવસમાં એક વાંસ માંથી એક થી વધારે જગ્યાએ પાણીનો ઉપયોગ થઇ સકે તેવું એક ગીયર વાળું શૌચાલય અને મુતરડી બનાવી છે. જેને એક ખાસ પ્રકારની ડીઝાઈનથી બનાવવામાં આવ્યું છે. જેને કારણે યુરીન સહીતનો બગાડ કુદરતી રીતે ગળી જાય છે તે પાણી છોડ અને ઝાડને ઉછેરે છે અને બીજું પાણી શુદ્ધ થઇ આસપાસની જમીનમાં ઉતારી જાય છે જેથી તે જ પાણી બોર મારફતે ફિલ્ટર થઇ પીવા અને અન્ય વપરાશમાં કામ લાગે છે.

શ્રીમદ ભગવદગીતા દર્શન :

શાળામાં બાળકોમાં અધ્યાત્મિક દ્રષ્ટિકોણ ખીલવવા સાથે સાથે બાળકોનું ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું વાચન કૌશલ્ય ખીલે તે આશયથી દરરોજ પ્રાથનામાં તેનું વાચન કરાવાનું શરૂ કર્યું હતું દરરોજ એક શ્લોકનું વાચન કરાવવામાં આવે છે ત્યાર બાદશિક્ષકો દ્વારા તેના અર્થ વિષે સમજ અપાય છે.

સરકારશ્રીએ આ વષે શ્રેષ્ઠ શાળાની જગ્યાએ બેસ્ટ પ્રેક્ટિસીસ સ્કુલનાં નામે શાળાઓ પાસેથી સાફલ્યગાથાઓ મંગાવી હતી. જેમાં શાળાની સ્થાપનાથી આજ દીન સુધીની સફરને વાર્તા રૂપે રજુ કરવાની હતી. શાળા આજે ફેસબુક અને વોટ્સ એપનાં માધ્યમથી આશરે ૧૦૦૦૦ થી વધુ પ્રાથમિક  શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલી છે. એટલે કહેવાય કે વાઘજીપુર પ્રાથમિક શાળાએ કરેલા પ્રયોગો પરથી જ શાળાને અપાયેલું નામ 'પ્રયોગોની પાઠશાળા' આપવામાં આવ્યું છે.
 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Gujarati News innovative ideas school School

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ