બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat HC Important decision women reservation

નિર્ણય / ગુજરાતના મોટા સમાચારઃ મહિલા અનામતની અમલવારી મુદ્દે હાઈકોર્ટે આપ્યો આ આદેશ

Published By: Hiren

Last Updated: 06:29 PM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને નિર્દેશ કર્યા છે. મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે.

  • રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે HCના નિર્દેશ
  • મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
  • પુરુષોની જેમ મહિલાઓને ઓપન કેટેગરી અને અનામતના મળશે લાભ

7 તબક્કામાં મહિલા અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સુચન કરવામાં આવ્યું છે. મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે હાઇકોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો 100 બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ, અનુસૂચિત જાતિમાં 4 મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાતવર્ગની કેટેગરીમાં સાત મહિલાઓ માટે અનામત રાખવી. મહિલાઓ માટેની ૩૩% મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવામાં મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરીટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરૂષ ઉમેદવારની એટલી સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો.

12-13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો માન્ય રખાઈ

તો મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામત મુદ્દે રાજ્ય સરકારે 1-8-2018ના પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદ્દ કરી છે. જેમાં પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલોને કોર્ટે માન્ય રખી છે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય પણ જો તેણે મહિલા અનામતના માટે લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય

સરકારના પરિપત્રની જોગવાઈ નિયમો વિપરીત હોવાની રજૂઆત

મહત્વનું છે કે, સરકારના પરિપત્રની આ જોગવાઈ ભરતી નિયમોથી વિપરીત હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. કોર્ટના આ હુકમની થશે સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને થશે. આ ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે તે અનામતની કેટેગરીમાં ન ગણવી. હવે પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ પ્રમાણેના લાભ હવે મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat gujarat high court અનામત ગુજરાત હાઈકોર્ટ મહિલા women reservation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ