બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ટેક અને ઓટો / Gujarat became the country's first state with 5G services

GOOD NEWS / ગુજરાત 5G મય બન્યું: તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત, વેલકમ ઑફર પણ મળી, જાણો ફાયદાઓ

Dinesh Chaudhary

Last Updated: 09:26 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત બન્યું દેશનું પ્રથમ 5G સર્વિસવાળું રાજ્ય, આજથી 33 જિલ્લામાં 100 ટકા JIO TRUE 5G કવરેજ

  • ગુજરાત બન્યું દેશનું પ્રથમ 5G સર્વિસવાળું રાજ્ય
  •  33 જિલ્લામાં 100 ટકા JIO TRUE 5G કવરેજ
  • 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિતઃ JIO


ગુજરાત દેશનો પ્રથમ 5G સર્વિસવાળું રાજ્ય બન્યું છે.  ગુજરાત જિયો એ ટીયુઆર મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. આજથી 33 જિલ્લામાં JIO 5G સર્વિસ શરૂ કરી દીધી છે. 33 જિલ્લામાં 100 ટકા JIO TRUE 5G કવરેજ મળશે. JIO વેલકમ ઓફર સાથે 1GBPSથી વધુ સ્પીડ સાથે ડેટા પણ આપશે. 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત થયું છે. 5G ટેક્નોલોજીથી PMના વિઝનને મદદ પણ  મળશે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ ફાઈવજી સ્પીડ ગુજરાતના લોકોની અર્પીત કરી છે. આજથી  33 જિલ્લાના વડમથકો પર 100 Jio True 5G કવરેજ ધરાવશે અને જેનાથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે તેમજ ઓનલાઈન વર્ક કરતા લોકોના કામમાં સરળતા વધશે. જે બાબતે હર્ષ સંઘવી પણ ટ્ટીટ કરી હતી.

રિલાયન્સ જિયોના અધ્યક્ષ આકાશ અંબાણીનું નિવેદન
રિલાયન્સ જિયોના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમને તમને જાણવતા ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે, જેનાં 100ટકા જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલાં છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોનાં જીવનને અસર કરી શકે એ દર્શાવવા માગીએ છીએ. તેમણે જણાવ્યું કે, આપણા PM માટે શિક્ષણએ એક કેન્દ્રીય ક્ષેત્ર છે જેના હેતુ સાથે આગામી 10-15 વર્ષમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાશે તેમજ આ સાથે જ દરેક ભારતીયને માત્ર બહેતર જીવનધોરણ આપશે, પરંતુ આપણા PMનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધે. 

તમારા ફોનમાં આ રીતે 5G નેટવર્ક એક્ટિવેટ કરો
1. સૌથી પહેલા તમારા 5G સ્માર્ટફોનના સેટિંગ ઓપન કરો.
2. હવે તમારે કનેક્શન્સ અથવા મોબાઈલ નેટવર્ક વિકલ્પ પર જવું પડશે.
3. અહીં તમારે 5G નેટવર્ક મોડ પસંદ કરવાનું રહેશે. 
જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હશે તો ફોનમાં 5G કનેક્ટિવિટી મળવાનું શરૂ થશે. જો કે, જો તે ન થાય, તો તમે બેટરી બચાવવા માટે 4G પર સ્વિચ કરી શકો છો.

5Gનો ઉપયોગ કરવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો
તમને જણાવી દઈએ કે, 5G કનેક્ટિવિટીનો લાભ લેવા માટે તમારી પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે, જેને સંબંધિત બેન્ડ્સનો સપોર્ટ મળી રહ્યો છે. ઘણા 5G સ્માર્ટફોનને જરૂરી સોફ્ટવેર અપડેટ્સ મળ્યા નથી, જેના કારણે તેઓ 5G સપોર્ટ આપી રહ્યાં નથી. આવી સ્થિતિમાં, તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં, Jio વપરાશકર્તાઓને કોઈપણ વધારાની ચુકવણી વિના રૂ. 239 થી ઉપરની તમામ યોજનાઓ પર 5G સેવાઓ મળી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio gujarat jio jio 5g news jio 5g news
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ