બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / government will give zero interest loan to women
ADVERTISEMENT
આ સાથે જ 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે. જેનું બેંક લોન વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે.
રાજ્યના 1 લાખ મહિલા જૂથને મળશે લાભ
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ- માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લઈ શકશે.
1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે
ADVERTISEMENT
આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.