ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઑગષ્ટ મહિનો કેન્દ્ર સરકાર માટે ગૂડ ન્યૂઝ લઇને આવ્યો છે. જે વિશ્વમાં મંદીના વધતા ખતરા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈની સાક્ષી પુરે છે. તેમાં 5G સ્પેક્ટ્રમની હરાજીથી લઈને GST કલેક્શનનો સમાવેશ થાય છે.
5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ
ADVERTISEMENT
દેશમાં 5G સ્પેક્ટ્રમની હરાજી સોમવારે પૂર્ણ થઇ. આ દ્વારા સરકારે 1.5 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ એકત્ર કરી છે. હરાજી 26 જુલાઈથી શરૂ થઈ હતી. મુકેશ અંબાણીની કંપની Reliance Jio Infocomm (Reliance Jio) 88,078 કરોડ રૂપિયા ખર્ચીને આ 5G રેસમાં સૌથી આગળ હતી. બીજા નંબરે, ભારતી એરટેલે રૂ. 43,084 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે વોડાફોન આઇડિયાએ રૂ. 18,799 કરોડ ખર્ચ કરીને ત્રીજા સ્થાને રહી હતી.
ITR છેલ્લા દિવસે વધુ ભરાયા
ADVERTISEMENT
સરકાર માટે બીજા સારા સમાચારની વાત કરીએ તો તે છે ઇન્કમ ટેક્સ રિટર્ન સંબંધિત. ગયા વર્ષે, ITR ફાઇલ કરવાની તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી અને કરદાતાઓને 31 ડિસેમ્બર સુધી તક આપવામાં આવી હતી. આ તારીખ સુધીમાં કુલ 5.89 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. પરંતુ, આ વખતે છેલ્લી તારીખ લંબાવ્યા વિના 31 જુલાઈ સુધી કુલ 5.83 કરોડ ITR ભરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે રિટર્ન ભરવાની છેલ્લી તારીખે એક જ દિવસમાં 72.4 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.
.jpg)
ADVERTISEMENT
જીએસટી કલેક્શન વધ્યું
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન માટે જુલાઈ મહિનાનો ડેટા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જુલાઈમાં GST કલેક્શનમાં 28 ટકાનો વધારો થયો છે. ગયા મહિને જીએસટી કલેક્શનમાંથી 1,48,995 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે. જુલાઈ 2021માં GST કલેક્શન 1,16,393 કરોડ રૂપિયા હતું. જે જૂન 2022 માં 1,44,616 કરોડ રૂપિયા થયુ હતું.
ADVERTISEMENT

મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ વધ્યો
ADVERTISEMENT
હવે ચોથા ગુડ ન્યૂઝની વાત કરીએ તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ જુલાઈમાં 8 મહિનાની ટોચે રહી હતી. ઓગસ્ટના પ્રથમ દિવસે જાહેર કરાયેલા સર્વે અનુસાર ટ્રેડિંગ ઓર્ડરમાં થયેલા વધારાની અસર PMI પર પડી છે. મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) જૂનમાં 53.9 થી વધીને જુલાઈમાં 56.4 થયો હતો. આ ઇન્ડેક્સના 50 થી ઉપરનું રીડિંગ સંબંધિત સેક્ટરમાં વિસ્તરણ સૂચવે છે. જ્યારે 50ની નીચે સુસ્તી દર્શાવે છે.

રૂપિયો 23 પૈસા વધ્યો
પાંચમા સારા સમાચાર સરકારને મોટી રાહત આપવા જઈ રહ્યા છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાના ઘટાડાને બ્રેક લાગી છે. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયો 23 પૈસા વધીને 79.03 ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે જ છેલ્લા ત્રણ સપ્તાહથી ભારતીય શેરબજારોમાં થયેલો ઉછાળો પણ દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો