ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Good news for investors, Sensex and Nifty open in green zone after 6 days

Stock Market / રોકાણકારો માટે સારા સમાચાર , 6 દિવસ બાદ શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા

Published By: ParthB

Last Updated: 11:34 AM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત છ દિવસ સુધી સતત ઘટાડા બાદ આખરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું.

ADVERTISEMENT

  • BSE સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખુલ્યો 
  • NSEનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો 
  • પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 0.21 ટકાના વધારા સાથે ખુલ્યો 

સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા સતત ઘટાડા પર બ્રેક લગાવી હતી.બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. એક તરફ BSEના 30 શેરો ધરાવતો સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. 

વૈશ્વિક બજારમાંથી મળી રહેલા મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું 

પ્રી-ઓપન સેશનમાં જ બજારમાં હરિયાળી જોવા મળી હતી. આજે બજાર ખુલતી વખતે સેન્સેક્સ 84.61 પોઈન્ટ એટલે કે 0.16 ટકાના વધારા સાથે 51,445.03 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 46.90 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 15,340.40 પર ટ્રેડ કરી રહ્યો છે.આજના ટ્રેડિંગ સેશનમાં હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 પોઈન્ટના 18 શેર લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં SUNPHARMA, HDFC Twins, HINDUNILVR, DRREDY, WIPRO, TITAN અને TCS નો સમાવેશ થાય છે.

પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 0.21 ટકાના વધારા સાથે ખુલ્યો 

પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 109.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,479.03 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 41.00 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 15,334.50 પર ખુલ્યો હતો. 6 સેશનમાં 52 સપ્તાહના નીચા સ્તરે ગયા બાદ શેરબજાર પુનઃ થોડું ઉપર આવી  રહ્યું છે.

અમેરિકાનું શેર બજાર પણ ભારે ઉથલ પાથલ 

આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં દબાણ જોવા મળ્યું છે. આ પહેલા શુક્રવારે અમેરિકી બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. S&P 500 માં થોડો ઉછાળો હતો. પરંતુ એકંદરે સપ્તાહ વર્ષ 2020 પછી સૌથી નબળું હતું. શુક્રવારે ડાઉ જોન્સમાં 38.29 પોઈન્ટની નબળાઈ હતી અને તે 29,888.78 ના સ્તર પર બંધ થયો હતો.

ગત શુક્રવારે શેરબજારની સ્થિતિ

ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે 30 પોઈન્ટનો સેન્સેક્સ 1045.60 પોઈન્ટ ઘટીને 51,495.79 પર બંધ થયો હતો, જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 331.55 પોઈન્ટ ઘટીને 15,360.60 પર બંધ થયો હતો. શેરબજારના રેકોર્ડ ઘટાડાને કારણે ગુરુવારે રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. આમ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 3,824.49 પોઈન્ટ્સ તૂટ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

NSE bse nifty sensex stock market એનએસઈ નિફ્ટી બીએસઈ સેનસેક્સ સ્ટોર માર્કેટ BSE

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ