ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold and silver rates have been decreased today

શું વાત છે! / સોનાના ભાવમાં દિવાળી-પુષ્ય નક્ષત્ર પહેલા સતત ઘટાડો, અત્યારે ખરીદી લેવું જોઈએ કે નહીં?

Published By: Jaydeep Shah

Last Updated: 01:58 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે, જ્યારે દિવાળી પર ભાવ વધવાનું અનુમાન છે. જાણી લો લેટેસ્ટ રેટ

ADVERTISEMENT

  • સોનાના ભાવમાં આજે ઘટાડો 
  • ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો 
  • દિવાળી સમયે ભાવ વધવાનું અનુમાન 

સોનાના ભાવમાં આજે ઘટાડો 

સોનાના ભાવમાં સતત ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. આજે એટલે કે બુધવારે પણ સોનામાં ભાવ એમસીએક્સ પર લાલ નિશાનમાં  જોવા મળ્યા. MCX પર આજે સવારે 24 કેરેટ ગોલ્ડનો રેટ 0.35 ટકા એટલે કે 180 રૂપિયાના ઘટાડા સાથે 50,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ  પર ટ્રેડ કરી રહયો છે. ગઇકાલે મંગળવારે સોનાનો ભાવ 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી પણ નીચે હતો. 

ચાંદીના ભાવમાં આજે વધારે ઘટાડો નોંધાયો છે. MCX પર ચાંદી 700 રૂપિયા સસ્તી જોવા મળે છે. ચાંદીનો ભાવ અત્યારે 57,820 રૂપિયા  પ્રતિ કિલો ચાલી રહ્યો છે. કાલે પણ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

શું કહે છે એક્સપર્ટસ?
મોટેભાગે તહેવારની સિઝનમાં સોનાનો ભાવ વધે છે પણ હાલમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો એક્સપર્ટસનું માનીએ તો આ સમયે સોનું ખરીદવું ફાયદાકારક હોય શકે છે. થોડા દિવસો બાદ દિવાળી સમયે સોનાનો ભાવ વધી શકે છે. કમોડીટી એક્સપર્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે દિવાળી સુધીમાં સોનાનો રેટ 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું અનુમાન છે. 

જ્યારે ચાંદી માટે અનુમાન છે કે ભાવ 62000 પ્રતિ કિલો સુધી જઇ શકે છે. જો અનુમાનને આધાર બનાવવામાં આવે તો આવનાર દિવસોમાં સોનું અને ચાંદીના ભાવ વધશે. અમુક જાણકારો અનુસાર, જો આર્થિક સુસ્તી અથવા મંદીનું વાતાવરણ સર્જાય છે, તો સોનાનો ભાવ વધારે વધશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News business gold silver rate સોના ચાંદીનો ભાવ gold silver rate

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ