બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / gold and silver prices have been decreased today

તમારા કામનું / કરવાચોથ પર સોનું ખરીદવાની સુવર્ણ તક, ભાવમાં આવ્યો મોટો ઘટાડો, જાણી લો લેટેસ્ટ રેટ

Khevna

Last Updated: 02:38 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના તથા ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. જાણી લો લેટેસ્ટ રેટ

  • સોનાના ભાવમાં આજે ઘટાડો 
  • ચાંદીની કિંમત પણ ઘટી 
  • 349 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું સોનું 

 

કરવાચોથનાં ઉપહારનાં રૂપમાં જો તમે પોતાની પત્નીને સોનાના ઘરેણા આપવા માંગો છો, તો તમારા માટે ખુશખબર છે. આજે સતત બીજા દિવસે સોના - ચાંદીનાં રેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચાંદી આજે 1068 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઇ છે તો સોનું 349 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 50771 રૂપિયા પર આવી ગયું છે. 

આઈબીજેએ દ્વારા જાહેર રેટ અનુસાર આજે 24 કેરેટ સોનાનો ભાવ 50771 રૂપિયા પર ખુલ્યો, જ્યારે સોમવારે આ 51317 રૂપિયાના રેટ સાથે ખુલ્યો હતો. જ્યારે ચાંદી 1068 રૂપિયા પાર્ટી કિલો સસ્તી થઈને 57881 રૂપિયા પર આવી ગઈ છે. હવે શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 56254 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી 5483 રૂપિયા સસ્તું છે. જયારે ચાંદી પોતાના બે વર્ષ પહેલાના હાઈ રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી 18127 રૂપિયા સસ્તી છે. 

GST સહીત સોનાના આજના ભાવ 
GST સહિત 24 કેરેટ સોનાની કિંમત 52294 રૂપિયા પર પહોંચી રહી છે. 23 કેરેટ સોનાની કિંમત હવે GST સાથે 52085 રૂપિયા પર પહોંચી ગઈ છે. આજે તે 50568 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 46506 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. હવે સોનાની કિંમત 3 ટકા જીએસટી સાથે 47901 રૂપિયા પર પહોંચી ગઈ છે.

18 કેરેટ ગોલ્ડનો ભાવ 
18 કેરેટ ગોલ્ડનો રેટ 38078 રૂપિયા પર છે અને જીએસટી સાથે કિંમત હવે 39220 રૂપિયા થઇ ગઈ છે. અહીં 14 કેરેટ ગોલ્ડની કિંમત હવે 29701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઈ છે. એમાં જીએસટી જોડીએ તો સોનાનો ભાવ 30592 રૂપિયા પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે આમાં જ્વેલરી મેકિંગ ચાર્જ અને જવેલરનું પ્રોફિટ જોડવામાં આવ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ