ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold and silver price reduce latest rate off gold

તમારા કામનું / હજી ક્યાં સુધી રાહ જોશો? સસ્તામાં સોનું ખરીદવાની સોનેરી તક, ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Published By: Khyati

Last Updated: 02:12 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનુ સસ્તુ, આજે જ કરી લો ખરીદી

ADVERTISEMENT

  • સોનાચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો
  • સપ્તાહના બીજી દિવસે પણ ભાવ નીચલા સ્તરે
  • સોનું 0.16ટકા જ્યારે ચાંદી 0.59 ટકા નીચલા સ્તરે 

લગ્નની સિઝન ચાલી રહી છે. તો બીજી તરફ ખરીદીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે જો તમારે સોના ચાંદીની ખરીદી કરવાની બાકી હોય તો હવે વધારે રાહ  ન જુઓ. કારણ કે આજે સોનાના ભાવ સાપ્તાહિક નીચલા સ્તરે નોંધાયા છે. MCX પર 0.16 ટકાના ઘટાડા એટલે કે 83 રૂપિયાના ઘટાડા સાથે 10 ગ્રામ સોનું 50,787 પર ટ્રેડ કરી રહ્યુ છે જ્યારે ચાંદી 0.59 ટકા એટલે કે 366 રૂપિયાના ઘટાડા સાથે 61,933 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહ્યું છે.

ડોલર સામે રૂપિયો 9 પૈસા નબળો

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યાનુસાર શુક્રવારે સૌથી વધુ શુદ્ધતાનું સોનું રૂ. 51,112 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી રૂ. 62.592 પ્રતિ કિલોના ભાવે વેચાયું હતું. છેલ્લા એક સપ્તાહ, બે સપ્તાહ અને માસિક આધાર પર સોનાની કિંમતો સ્થિર  થઇ છે. જે બુલિયન માર્કેટમાં સીમાબદ્ધ વ્યાપાર વૃદ્ધિનો સંકેત દર્શાવે છે. મહત્વનું છે કે અમેરિકી ડૉલર સામે રૂપિયો આજે 9 પૈસા નબળો પડીને 77.72 પ્રતિ ડૉલર પર ખુલ્યો.
 
 

વૈશ્વિક બજારમાં પણ સોનું સસ્તું થયું છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો ત્યાં આજે સોનું સસ્તું થયું છે પરંતુ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. સોનું 0.35 ટકા ઘટીને 1844 ડોલર થયું હતું. ચાંદી 0.84 ટકા મોંઘી થઈ અને 22.09 ડોલર પર જોવા મળી હતી. અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો, તાંબાનો ભાવ 0.83 ટકા ઘટીને $433.5 થયો હતો. OPEC+ ડીલ હોવા છતાં, સાઉદી અરેબિયાના ભાવમાં વધારાથી ક્રૂડ ઓઈલની કિંમત $120 પ્રતિ બેરલ થઈ ગઈ. બ્રેન્ટ ક્રૂડના 1 બેરલની કિંમત $120.10 છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price ભાવમાં ઘટાડો લગ્નની સિઝન સોના ચાંદી સોનાનો ભાવ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ