ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:21 PM, 30 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં વધારો
ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં આવેલા વધારાની અસર હવે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. શુક્રવાર એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ વાયદા બજારમાં સોના અને ચાંદીનાં ભાવ લીલા નિશાન પર ખૂલ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે બંને કીમતી ધાતુઓ સતત બીજા દિવસે વધારા સાથે ટ્રેડ કરી રહી છે. MCX પર સોનાના ભાવ શરૂઆતનાં કારોબારમાં આજે 0.01 ટકાના વધારા સાથે ખૂલ્યા છે. આ પ્રકારે ચાંદીના રેટ પણ આજકાલનાં બંધ ભાવથી 0.48 ટકા વધ્યા છે.
ADVERTISEMENT

સોનાના ભાવમાં વધારો
ADVERTISEMENT
શુક્રવારે મલ્ટી ક્મોડિટી એક્સચેંજ પર 24 કેરેટ સોનાનો ભાવ 9:10 વાગ્યાથી 6 રૂપિયા વધીને 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. નોંધનીય છે કે ગુરુવારે MCX પર સોનામાં સવારે કારોબાર ઘટાડા સાથે શરૂ થયો હતો પણ સાંજ સુધીમાં 0.50 ટકા વધારા સાથે બંધ થયો હતો.
.jpg)
ADVERTISEMENT
ચાંદીની કિંમત વધી
મલ્ટી કામોડીટી એક્સચેંજ પર શુક્રવારે શરૂઆતનાં કારોબારમાં ચાંદીનાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીનાં ભાવ 267 રૂપિયા વધીને 56,427 રૂપિયા થઈ ગયા છે. ચાંદીમાં ટ્રેડિંગ 56,400 રૂપિયાથી શરૂ થયું હતું અને થોડા સમય બાદ ભાવ વધીને 56,550 રૂપિયા થઈ ગયો, પણ માંગમાં ઘટાડાથી ભાવ ઘટીને 56,427 પર ટ્રેડ કરવા લાગ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT