ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold and silver price have been decreased in india today

જલ્દી કરો / નવરાત્રી પર સોનું ખરીદવું હોય તો સુવર્ણ અવસર, ભાવમાં જોરદાર કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Published By: Jaydeep Shah

Last Updated: 11:00 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બજારોમાં આજે સોના ચાંદીના ભાવ ઘટ્યા જ્યારે ગ્લોબલ માર્કેટમાં ભાવમાં ઉછાળો આવ્યો છે.

ADVERTISEMENT

  • સોનાનાં ભાવમાં ઘટાડો 
  • ચાંદીની પણ કિંમત ઘટી 
  • ગ્લોબલ માર્કેટમાં જોરદાર ઉછાળો 

સોનાનાં ભાવમાં ઘટાડો 

વૈશ્વિક સ્તરે પોઝીટીવ સંકેતો છતાં પણ 29 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ લાલ નિશાનમાં જ કારોબાર કરી રહ્યા છે. જોકે 3 દિવસના ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો આવ્યો છે. મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર સોનાનો ભાવ શરૂઆતના કારોબારમાં આજે 0.20 ટકા ઘટી ગયો છે. ચાંદીનો રેટ પણ કાલના બંધ ભાવો કરતા 0.64 ટકા તૂટી ગયો છે. 

આજે મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર 24 કેરેટ સોનાનો ભાવ 9:10 વાગ્યે 99 રૂપિયા ઘટીને 49,651 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. ગુરુવારે MCX પર સોનામાં કારોબાર 49,650 રૂપિયાના સ્તરથી શરુ થયો હતો. તહેવારની સીઝન છતાં બુધવારે સાંજે સર્રાફા બજારમાં પણ સોના અને ચાંદીનાં ભાવ ઘટાડા સાથે જ બંધ થયા હતા. 

ચાંદીની પણ કિંમત ઘટી 
MCX પર ગુરુવારે ચાંદીના ભાવ તૂટ્યા. આજે ચાંદીનાં ભાવ 362 રૂપિયા ઘટીને પ્રતિ કિલો 56,166 રૂપિયા થઇ ગયા છે. ચાંદીમાં આજે ટ્રેડીંગ 56,037 રૂપિયાથી શરુ થયું હતું. થોડા સમય બાદ ભાવ વધીને 56,254 રૂપિયા થઇ ગયા, પણ આ વધારો ટક્યો નહીં અને માંગ ઘટવાથી ભાવ ફરી ઘટીને 56,037 પર આવી ગયા. 

​​​​​​​

ગ્લોબલ માર્કેટમાં ભાવમાં વધારો 
સતત 3 દિવસના ઘટાડા બાદ ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીમાં ગુરુવારે જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે સોનાના ભાવમાં 1.48 ટકાનો ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં 2.06 ટકા વધારો જોવા મળ્યો. સોનાના હાજર ભાવ આજે 1,653.16 ડોલર પ્રતિ ઓંસ છે. બુધવારે આમાં 0.14 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News business gold silver price સોનાના ભાવ Gold Price

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ