ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold and silver latest price today

તમારા કામનું / ખરીદી બાકી હોય તો જલ્દી કરો ! સોનું સર્વોચ્ચ સપાટીથી અંદાજિત રૂ.3900 થયું સસ્તુ, જાણો આજનો લેટેસ્ટ રેટ

Published By: Khyati

Last Updated: 12:26 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે પણ સોનાૃચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો

ADVERTISEMENT

  • સપ્તાહના પહેલા દિવસે જ સોના-ચાંદીના ભાવમાં ઘટડો
  • સોનાના ભાવમાં રૂ.310નો થયો ઘટાડો
  • ચાંદીના ભાવમાં રૂ. 690નો ઘટાડો 

સોના ચાંદીના ભાવમાં રોજબરોજ વધારો-ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં સપ્તાહના પહેલા દિવસે સોના ચાંદીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજે પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.  આજે સોનું 310 રૂપિયે સસ્તુ જ્યારે ચાંદીમાં 690 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.  આજે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 52,260 રૂપિયા થયો. જ્યારે એક કિલો ચાંદી 63 હજાર 230 રૂપિયા નોંધાયા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 52,080 રૂપિયામાં અને એક કિલો ચાંદી 63,010 રૂપિયામાં વેચાઈ રહી છે.

10 ગ્રામ સોનાની કિંમત કેટલી ?

જો તમે મોટા શહેરોમાં સોનાના ભાવ પર નજર કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનું કિંમત રૂપિયા 47,740 અને 24 કેરેટ સોનાની કિંમત 52,080 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 47,813 અને 24 કેરેટ સોનું 52,160 પર ચાલી રહ્યું છે. કોલકાતામાં 22 કેરેટ સોનું રૂ. 47,648 છે, જ્યારે 24 કેરેટ સોનું રૂ. 52,100 છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 47,951 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 52,310 રૂપિયા છે. આ કિંમતો પ્રતિ 10 ગ્રામ સોનાના છે.

કયા શહેરમાં કેટલા ભાવ ? 

શહેર 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ એક કિલો ચાંદીનો ભાવ
દિલ્હી 47,740 52,080 63,010
મુંબઇ 47,813 52,160 63,110
કલકત્તા 47,758 63,030 52,100
ચેન્નાઇ 47,951 52,310 63,290
બેંગલૂરુ 47,850 52,200 63,160
હૈદરાબાદ 47,896 52,250 63,210
જયપુર 47,813 52,160 63,110
લખનૌ 47,832 52,180 63,130
ભોપાલ 47,868 52,220 63,180

સોનું સર્વોચ્ચ સપાટીથી લગભગ રૂ. 3,940 સસ્તું

સોનું હજુ પણ સર્વોચ્ચ સપાટીથી લગભગ રૂ. 3,940 પ્રતિ દસ ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો

સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્કએ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને વિનિયમો હેઠળ કાર્ય કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

gold silver price today gold silver rate ભાવમાં ઘટાડો સોના ચાંદીના ભાવ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ