બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:21 PM, 22 April 2024
જમાનો ગમે તેટલો આગળ વધી જાય પરંતુ હજુ પણ કેટલીક જુની ઘસાઇ ગયેલી માનસિકતાવાળા રીત રિવાજો બંધ નથી થયા. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવાનો મામલો સામે આવ્યો છે..
ADVERTISEMENT
સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા
ઘટનાની વિગતે વાત કરીએતો ફરીયાદી મહિલાને એવી જાણ થઇ હતી કે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી છે, જે બાદ પોલીસને સાથે રાખીને ફરીયાદી મહિલા સ્થળ પર પહોંચ્યા હતા.. જ્યાંના દ્રશ્યો જોતા તેમને એ વાતનો ખ્યાલ આવ્યો કે તેમને જે માહિતી મળી હતી તે બિલકુલ સાચી હતી.. સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા. બલિ ચઢાવેલા બકરાના માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન સામે આવ્યું કે દંપતિએ બલિ ચઢાવી હતી
ADVERTISEMENT
પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યુ હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતિએ આ બલિ ચઢાવી હતી. પોલીસે આ દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે.
આ ઘટના બાદ સવાલ એ ઉઠ્યો છે કે આજના આધુનિક સમયમાં પણ લોકો એટલી અંધશ્રદ્ધા ધરાવે છે કે પોતાની મનોકામના પૂરી કરવા માટે નિર્દોષ પશુને મોતને ઘાટ ઉતારી દે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.