ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / ganesh acharya was accused of molesting a lady

આરોપ / પૉર્ન બતાવીને છેડતી કરી અને પછી....: બોલિવૂડના સેલિબ્રિટી સામે ગંભીર આરોપો સાથે ચાર્જશીટ દાખલ

Published By: Jaydeep Shah

Last Updated: 02:30 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોપ્યુલર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર એક મહિલાએ તેને પોર્ન બતાવવા, તેનું યૌન શોષણ કરવા એ મારપીટ કરવાના આરોપો લગાવ્યા છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • ગણેશ આચાર્ય પર લાગ્યા ગંભીર આરોપ 
  • પોલીસે દાખલ કરી ચાર્જશિટ 
  • કોરિયોગ્રાફરે કહ્યા આરોપોને ખોટા 

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની તકલીફો વધવાની છે. એક ડાંસર દ્વારા વર્ષ 2020માં દાખલ કરાવાયેલ કેસમાં હવે કોરિયોગ્રાફર વિરુદ્ધ મુંબઈ પોલીસે ચાર્જશિટ દાખલ કરી છે. તેમની વિરુદ્ધ મહિલા ડાંસરનો પીછો કરવા, જાસૂસી કરવાનો આરોપ છે. ટ્રેની ડાન્સરે આરોપ લગાવ્યો હતો કે ગણેશ આચાર્યે તેમને બળપૂર્વક પોર્ન ફિલ્મ બતાવી અને મોલેસ્ટ કરવાની કોશિશ કરી હતી. આટલું જ નહી, વિરોધ કરવા પર તેમની સાથે મારપીટ પણ કરી હતી. 

ગણેશ આચાર્ય પર આરોપ 
અંધેરી મેટ્રોપોલિયન કોર્ટમાં ચાર્જશિટ ફાઈલ કરનાર ઇન્સ્પેક્ટર સંદીપ શિંદેએ કહ્યું કે આરોપ પત્રમાં ગણેશ આચાર્ય અને તેમના અસીસ્ટંટ પાર ધારા 354-એ, 354-સી, 354-ડી, 509, 323, 504, 506 અને 34 હેઠળ આરોપ લગાવ્યા છે. 

કોરિયોગ્રાફરે કહ્યા આરોપોને ખોટા 
ચાર્જશિટ દાખલ કર્યાની પુષ્ટિ કરતા ગણેશે કહ્યું કે તેમને અસત્ય અને નિરાધાર આરોપોમાં ફસાવવાની કોશિશ થઇ રહી છે. જણાવી દઈએ કે આ કેસ બાદ ગણેશ આચાર્ય તરફથી ફરિયાદ કરનાર મહિલા વિરુદ્ધ માનહાનીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાએ આ મામલામાં નેશનલ કમિશન ફોર વુમન યુનિટને પણ ફરિયાદ કરી હતી. તેને પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ગણેશ તેની પાસે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરવા તથા કમાણીમાંથી કમિશનની પણ માંગણી કરતા હતા. ગણેશનાં વકીલ રવિ સૂર્યવંશીએ કહ્યું કે પોલીએ ચાર્જશિટ વિષે સૂચિત કર્યા નથી. 

પીડિતાનું નિવેદન 
પોતાની ફરિયાદમાં અસીસ્ટંટ કોરીયોગ્રાફરે આરોપ લગાવ્યો છે કે ગણેશ આચાર્યએ તેમના દ્વારા યૌન સંબંધો ઠુકરાવ્યા બાદ, તેમને હેરાન કરવાની પણ કોશિશ કરી હતી. તેમણે તેમના પર અશ્લીલ કોમેન્ટ્સ કરવા, છેડછાડ કરવાનાં પણ આરોપો લગાવ્યા હતા. મહિલા અનુસાર, ગણેશે કથિત રૂપથી તેને કહ્યું હતું કે તે સફળ થવા માંગે છે, તો તેણે મે 2019માં તેમની સાથે યૌન સંબંધો બનાવવા પડશે. મહિલા ના પાડી દીધી અને છ મહિના બાદ, ગણેશે કહ્યું હતું કે ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન કોરિયોગ્રાફર અસોસિએશને તેની સદસ્યતા સમાપ્ત કરી છે. 

મારપીટનો પણ આરોપ 
જ્યારે મહિલાએ 2020માં એક મિટિંગમાં આચાર્યનાં કાર્યોનો વિરોધ કર્યો, તો કોરિયોગ્રાફરે કથિત રૂપથી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે મહિલા અસીસ્ટંટે મને મારી હતી એ મને ગાળ પણ આપી હતી. જ્યાર બાદ હું પોલીસ પાસે ગઈ જેમણે ફરિયાદ દાખલ કરવાની ના પાડી ડીધી અને માત્ર નોન-કોગ્નીજેબલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મેં આ મામલાને આગળ વધારવા માટે એક વકીલનો સંપર્ક કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime Ganesh Acharya Gujarati News India ઇન્ડિયા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય Mumbai

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ