બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / For 'The Kashmir Files', the Gujarati director withdrew his film from all the theaters

મોટો નિર્ણય / 'The Kashmir Files' માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી, વિવેક અગ્નિહોત્રીએ જુઓ શું કહ્યું

ParthB

Last Updated: 11:44 AM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર્શકો ખુલ્લા દિલે 'ધ કાશ્મીર ફાઈલ્સ' જોઈ શકે જેને લઈને જાણીતા ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે થિયેટરોમાંથી પોતાની ફિલ્મ પાછી ખેંચી લીધી છે.

  • પ્રેમ પ્રકરણ સારો દેખાવ કરી રહી હોવા છતાં પ્રોડ્યુસરે ઉતારી લેવાનો નિર્ણય લીધો 
  • પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસરના નિર્ણયથી ખુશ થયા 'The Kashmir Files'ના એક્ટર દર્શન કુમાર 
  • 'The Kashmir Files'  બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે

11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. જેને લઈને ગુજરાતી ફિલ્મ 'પ્રેમ પ્રકરણ'ના પ્રોડ્યુસરે ફિલ્મ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો જેથી 'The Kashmir Files'ને વધુ શો મળી શકે. 

પ્રેમ પ્રકરણ સારો દેખાવ કરી રહી હોવા છતાં પ્રોડ્યુસરે ઉતારી લેવાનો નિર્ણય લીધો 

જાણીતી ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસરે થિયેટરોમાંથી પોતાની ફિલ્મ પાછી ખેંચી લીધી છે. જેથી દર્શકો ખુલ્લા દિલે The Kashmir Files જોઈ શકે. મહત્વનું છે કે, 11 માર્ચે The Kashmir Files રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે પરંતુ અમારા પ્રોડ્યુસરે ફિલ્મ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે  

 'The Kashmir Files'  બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે

'પ્રેમ પ્રકરણ'ના પ્રોડ્યુસર-ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ જણાવ્યું હતું કે, ફિલ્મમેકર અને ભારતીય તરીકે મને લાગે છે ધ કાશ્મીર ફાઈલ્સ માત્ર ફિલ્મ નહીં તેનાથી પણ વિશેષ છે. મારી ફિલ્મ ગુજરાતી છે તેમ છતાં તેને હાલ થિયેટરમાંથી ઉતારી લેવાનો નિર્ણય કરીને અમે ધ કાશ્મીર ફાઈલ્સનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ જેથી તેને વધુ શોઝ મળી શકે. આ રીતે અમે નાનકડું યોગદાન આપી રહ્યા છીએ. મારી ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી હતી પરંતુ અમે થોડા સમય બાદ થિયેટરોમાં વાપસી કરીશું.

'The Kashmir Files'ના ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર આભાર વ્યક્ત કર્યો 

ધ કાશ્મીર ફાઈલ્સમાં મહત્વના ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ  પ્રેમ પ્રકરણ થિયેટરમાંથી ઉતારી લેવાઈ હોવાની વાત જાણતા પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, અમારી ફિલ્મને જે સપોર્ટ આપ્યો છે તેના માટે આભારી છું. ધ કાશ્મીર ફાઈલ્સ' હવે લોકોની ફિલ્મ છે અને તેમણે દિલમાં તેને વિશેષ સ્થાન આપ્યું છે માટે ખૂબ ખૂબ આભાર. પ્રેમ પ્રકરણને પણ મારી શુભકામનાઓ. 

સંકળાયેલા મુદ્દાઓ

Film Gujarati director Theaters the kashmir files ગુજરાતી ન્યૂઝ ગુજરાતી પ્રોડ્યુસર ધ કશ્મીર ફાઈલ્સ મુવી big decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ