ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / first document made by cotton in surat
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકો યાદોને સંઘરવા માટે અનેક સાધનોનો ઉપયોગ કરતાં હોય છે. કોઈ તેને આલમબમાં સંઘરે છે તો કોઈ તેને કેમેરામાં સંઘરે છે. તો કોઈ તસવીર બનાવીને ટોડલે મઢે છે. તો વળી કોઈ મોંઘા સોદાના દસ્તાવેજો વોટર પ્રુફ ફાઈલોમાં સંઘરતા હોય છે. પરંતુ સુરતમાં એક વેપારીએ દુકાન ખરીદી તો તેને યાદગાર બનાવી રાખવા અનોખી રીતે દસ્તાવેજ તૈયાર કરાવ્યો છે.
આ યૂનિક દસ્તાવેજ સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ અલગભાત પાડતો એટલા માટે છે કે તે કાગળના બદલે કાપડ ઉપર અંકિત કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્નો થતા હશે કે, શું છે કાપડ ઉપર દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા? અને શા માટે કાપડ ઉપર અંકિત કરવામાં આવ્યો છે? સુરત શહેરના કિરણ ચેમ્બરમાં કાપડના વેપારીની દુકાન આવેલી છે. તે દુકાન 40 વર્ષ બાદ કાપડના વેપારીએ ખરીદી છે.
ADVERTISEMENT
દુકાન ખરીદીની યાદગીરી ખાસ બનાવી રાખવા માટે સુરતમાં વેપારી દ્વારા કાપડ ઉપર દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. કાપડ પર દસ્તાવેજની છાપ અંકિત કરતા પહેલા તેની ડિજિટલ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી. ડિજિટલ પ્રિન્ટ કર્યા બાદ આજે તેને રજિસ્ટર કરાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સુરત ખાતે અગાઉ પણ યુનિક દસ્તાવેજો કરવામાં આવ્યા હતાં જેમાં આ પહેલા એક નાગરિકે સોનાચાંદી ઉપર દસ્તાવેજ કરાવ્યો હતો. તો એક વ્યક્તિએ પામલીફ એટલે કે પામના પાંદડા ઉપર પણ દસ્તાવેજ કરાવ્યો હતો. એક સંસ્કૃત પ્રેમીએ તો સંસ્કૃતમાં પણ દસ્તાવેજ કરાવ્યા હોવાના દાખલા સુરતમાં મોજૂદ છે. ત્યારે જ્યારે હવે સુરત ટેક્સસ્ટાઇલ સિટી તરીકે પણ ઓળખ પામ્યુ છે ત્યારે આ વખતે યુનિક દસ્તાવેજ તરીકે કાપડ ઉપર દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે.
સુરત કાપડ માર્કેટનું હબ છે ત્યારે વિશ્વનો પહેલો કાપડનો દસ્તાવેજ સુરત ખાતે જ બન્યો હોય આ દસ્તાવેજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવવા માટે મોકલી આપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ