બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / Film actress Jya Prada declared absconding, police will arrest her and present her in court, the case is 5 years old

રાજનીતિ / ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા ફરાર ઘોષિત, પોલીસ પકડીને કોર્ટમાં કરશે રજૂ, કેસ 5 વર્ષ જૂનો

Vishal Dave

Last Updated: 09:14 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને આખરે કોર્ટે ફરાર જાહેર કરી દીધી છે. 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ રામપુરમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા

પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને આખરે કોર્ટે ફરાર જાહેર કર્યા  છે. 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ રામપુરમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સુનાવણી રામપુરની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતમાં ચાલી રહી છે.

કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ સાત વખત બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યા

માહિતી અનુસાર, જયા પ્રદા છેલ્લી ડઝન તારીખો પર હાજર થઈ ન હતા અને કોર્ટ તરફથી તેમને રજૂ કરવા માટે વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ પછી, તેના વિરુદ્ધ વોરંટ અને પછી બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તે કોર્ટમાં હાજર થયા ન હતા.  કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ સાત વખત બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે.  આ પછી તેમણે વારંવાર રામપુર પોલીસ અધિક્ષકને પત્ર લખીને જયા પ્રદાને હાજર કરવાનો આદેશ આપ્યો. પરંતુ તો પણ તેઓ હાજર થયા ન હતા.

મોબાઇલ ફોન સ્વીચઓફ

હવે કોર્ટે મંગળવારે કડક વલણ અપનાવ્યું અને ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ફરાર જાહેર કરી અને તેમની સામે કલમ 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી અને પોલીસ અધિક્ષકને ડેપ્યુટી એસપીના નેતૃત્વમાં એક ટીમ બનાવવા અને તેમને 6 માર્ચ, 2024 ના રોજ કોર્ટમાં હાજર કરવા નિર્દેશ આપ્યો છે.  હાલ જયાપ્રદાનો મોબાઇલ ફોન સ્વીચઓફ આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું 

આ તારીખે હાજર કરવા માટે કહ્યું 

અધિકારીએ કહ્યું કે માનનીય કોર્ટે આરોપી જયા પ્રદા વિરુદ્ધ કલમ 82 CrPC હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને આગોતરી તારીખ 06/03/2024 નક્કી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક રામપુરને માનનીય અદાલતની સીજીએમ ફર્સ્ટ એમપી એમએલએ કોર્ટ શોભિત બંસલ જીની અદાલત દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જયા પ્રદા નાહટાને કોર્ટમાં હાજર કરવા  માટે  ડેપ્યૂટી એસપીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવે.

આ પણ વાંચોઃ સિદ્ધુ મૂસેવાલાના પરિવારમાં ફરી આનંદ છવાયો: માતા છે ગર્ભવતી, જલ્દી જ બાળકને આપશે જન્મ

આ કલમ હેઠળ કરાઇ કાર્યવાહી 

જ્યારે પૂછવામાં આવ્યું કે 82 CrPC હેઠળ શું કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે વરિષ્ઠ ફરિયાદી અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 82 CrPC હેઠળની કાર્યવાહીમાં જ્યારે આરોપી કે આરોપી હાજર ન હોય ત્યારે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે નામદાર કોર્ટ દ્વારા જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવે છે. તેને CrPC ની કલમ 82 હેઠળ કાર્યવાહી કહેવામાં આવે છે. મતલબ કે જયા પ્રદાને ફરાર જાહેર કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ