બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / exclusive latest images show chinas war threat may not be rhetoric

આર્મી / સેટેલાઇટ તસવીરોથી જોવા મળી ચીનની યુદ્ધની તૈયારી, અક્સાઇ ચીનમાં સેનાની મુવમેન્ટના સંકેત

Published By: Mehul

Last Updated: 10:14 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને દુનિયાને સંભવિત યુદ્ધની ભયાવહ ચેતવણી જારી કરી છે. સેટેલાઇટ તસવીરોથી અક્સાઇ ચીન ક્ષેત્રમાં રસ્તાના કિનારે ચીની સેનાની મોટી મુવમેન્ટના સંકેત મળે છે. અક્સાઇ ચીન લદ્દાખનો એ ભાગ છે જેના પર ચીને 1962ના યુદ્ધ બાદ થી કબજો કરી રાખ્યો છે.

  • ચીને દુનિયાને સંભવિત યુદ્ધની ભયાવહ ચેતવણી જારી કરી છે
  • અક્સાઇ ચીન ક્ષેત્રમાં રસ્તાના કિનારે ચીની સેનાની મોટી મુવમેન્ટના સંકેત

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે મંગળવારે દેશન સશ્સ્ત્ર દળોને કહ્યું કે,' આ જરૂરી છે કે સશસ્ત્ર યુદ્ધ માટે ટ્રેનિંગ અને તૈયારીઓના રસ્તાઓ શોધવામાં આવે કેમકે મહામારી પર કાબૂ મેળવવાની કોશિશ હવે સામાન્ય બની ગઇ છે. ચીની રાષ્ટ્રપ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાકીની દુનિયા કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે. 

જિનપિંગે કહ્યું કે, એ જરુરી છે કે સશસ્ત્ર લડાઇ માટે તૈયારી વધારવામાં આવે, ખરેખર લડાકુ મિલિટ્રી ટ્રેનિંગ કરવામાં આવે અને આપણી મિલિટ્રીની ક્ષમતાને મિલિટ્રી મિશનો માટે વધુ સારી બનાવવામાં આવે. 

જિનપિંગના આ નિવેદન પહેલા ચીને પોતાની સેનાના બજેટમાં 178 અરબ ડૉલરનો વધારો કરવાનો નિર્ણય લઇ ચૂક્યું છે. આ વધારો ગત વર્ષની તુલનામાં 6.6 ટકા વધારે છે. 

દુનિયાને ચીનની સાર્વજનિક રીતે ધમકી એવા સમયે આવી છે જ્યારે ચીન અને ભારત વચ્ચે લદ્દાખ અને સિક્કિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ વધ્યો છે. સમજવામાં આવે છે કે પિથોરાગઢના લિપુલેખ, કાલાપાની, અને લિપિયાધુરા ક્ષેત્રો પર હાલમાં નેપાળ તરફથી કરવામાં આવેલા દાવા પાછળ બીજિંગનો હાથ રહ્યો છે. 

અક્સાઇ ચીનમાં સેનાનું મુવમેન્ટ

યૂરોપિયન સ્પેસ એજન્સીની તાજી તસવીરોથી આ મહીનાના ત્રીજા સપ્તાહમાં અક્સાઇ ચીન ક્ષેત્રમાં મુવમેન્ટના સંકેત મળ્યા છે. આ તસવીરોના વિશ્લેષણથી જાણવા મળે છે કે મુવમેન્ટ કરતા ઢાંચો 30-50 મીટર ઉંચા હોઇ શકે છે. તસવીર જમીન પર થયેલા અને જોઇ શકાય તેવા બદલાવોને દર્શાવે છે. જે સંભવત: મોટા પ્રમાણ પર મુવમેન્ટના કારણે થયા છે. ઐતિહાસિક તસવીર બતાવે છે કે LACના નજીકના સ્થાનથી બે કિલોમીટરના અંતરે આવેલા રસ્તાનું નિર્માણ 2018-2019માં થયું હતું. 

ક્ષીણવટ પૂર્વક જોતા જાણવા મળે છે કે 24 મેએ જે જમીન પર નિશાન જોવા મળ્યા હતા તે 14 એ જોવા મળ્યા નહોતા. તસવીરમાં જોવા મળેલા આ નવા ઢાંચો ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના મોટી સંખ્યામાં સૈનિકોના મુવમેન્ટ અથવા લૉજિસ્ટિક મુવમેન્ટ સાથે જોડાયેલા હોઇ શકે છે. આ ઘટનાક્રમ 5 મેની આસપાસ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા કથિત ટકરાવથી મેળ ખાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aksai Chin China India World News China

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ