ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Elon Musk's name linked to extramarital affair with Google founder's wife

નિવેદન / એલન મસ્કનું લગ્નેત્તર સંબંધમાં જોડાયું નામ, ગૂગલ ફાઉન્ડરની પત્ની સાથે અફેરની ચર્ચા, શું કહ્યું જુઓ

Published By: ParthB

Last Updated: 12:46 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લાના CEO એલેન મસ્કએ ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથેના અફેરના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ADVERTISEMENT

  • એલન મસ્કએ ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથેના અફેરના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા 
  • એલન મસ્કે આ મામલે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી 
  • 4 વર્ષ પહેલા થઈ સર્ગેઈ અને નિકોલ સાથે લગ્ન કર્યા હતાં 

એલન મસ્કે કહ્યું કે ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન અને તે સારા મિત્રો છે. તેની પત્ની સાથેના અફેરના સમાચાર વાહિયાત છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકાના એક અખબારે રવિવારે દાવો કર્યો હતો કે, સર્ગેઈની પત્ની નિકોલ સાથે એલન મસ્કનું અફેર છે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિને આ વર્ષના જાન્યુઆરીમાં નિકોલથી છૂટાછેડા માટે અરજી કરી હતી.

એલન મસ્કે આ મામલે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી 

એલન મસ્કે સોમવારે ટ્વિટ કરીને આ અંગે પોતાનો જવાબ આપ્યો.અને કહ્યું- આ બધું પાયાવિહોણું છે.સર્ગેઈ અને હું મિત્રો છીએ.કાલે રાત્રે અમે એક પાર્ટીમાં સાથે હતા.છેલ્લા ત્રણ વર્ષમાં મેં નિકોલને માત્ર બે વાર જ જોઈ છે, બંને વખત અમારી આસપાસ ઘણા લોકો હતા,કંઈ રોમેન્ટિક નથી.

એલન મસ્કે અખબારને પણ જવાબ આપ્યો  

એલન મસ્કે અખબારમાં છપાયેલા આ સમાચાર અંગે પોતાની પ્રતિક્રિયામાં પણ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, આ વર્ષે ચારિત્ર્યનું હનન એક નવા સ્તરે પહોંચી ગયું છે. પરંતુ, આ લેખો કંઈ નથી. હું પાગલની જેમ કામ કરું છું. મારી પાસે આવી બાબતો માટે સમય નથી.આ આરોપોમાં કોઈ મુખ્ય વ્યક્તિ સામેલ નથી. શું તેમનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો છે?

4 વર્ષ પહેલા થઈ સર્ગેઈ અને નિકોલ સાથે લગ્ન કર્યા હતાં 

સર્ગેઈએ 2018માં નિકોલ શાનાહન સાથે લગ્ન કર્યા હતા. નિકોલ લીગલ ટેકના સ્થાપક છે.તેમની બાળકીનો જન્મ 2018માં જ થયો હતો.વોલ સ્ટ્રીટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક અને નિકોલનું ગયા વર્ષે ડિસેમ્બરમાં અફેર હતું.આ દરમિયાન સર્ગેઈ અને નિકોલ સાથે રહેતા હતા. થોડા અઠવાડિયા પછી, બ્રિને પરસ્પર મતભેદોને ટાંકીને છૂટાછેડા માટે અરજી કરી.

રિપોર્ટનો દાવો કરાયો છે કે, મસ્કે સર્ગેઈની માફી માંગવા પાછળ દોડ્યો 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સર્ગેઈએ છૂટાછેડા માટે અરજી કર્યા પછી, મસ્કે તેની માફી માંગવાનો પ્રયાસ કર્યો. એક પાર્ટીમાં, મસ્ક માફી માટે સર્ગેઈની પાછળ દોડી રહ્યો હતો. બ્રિને તેમની માફી સ્વીકારી,પરંતુ જૂના મિત્રો વચ્ચે હવે કોઈ સંબંધ રહ્યો નથી. બ્રિને કહ્યું કે, 2008માં આર્થિક સંકટ દરમિયાન એલેન મસ્કની ઈલેકટ્રિક કાર કંપની ટેસ્લાને ડૂબતા બચાવ્યા હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Google founder extramarital affair sergey brins એલન મસ્ક ગુગલના કો-ફાઉન્ડર લગ્નતર સંબંધ સર્ગેઈ બ્રિન elon musk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ