બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / eight nations form alliance against china to which chinese term a farce like the 20th century

વિવાદ / ચીન સામે અમેરિકાએ 8 દેશોને ભેગા કર્યા તો ડ્રેગન બોલ્યું, કોઈની તાકાત નથી કે...

Published By: Mehul

Last Updated: 09:05 PM, 6 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ, સાઉથ ચાઇના સી અને હૉન્ગકોન્ગને લઇને ચીન આખી દુનિયામાં નિશાન પર છે. ભારત સાથે લદ્દાખ સીમા પર જારી તણાવ પર પણ દુનિયાની નજર છે. એવામાં અમેરિકા સહિત 8 દેશોએ ચીનની હાજરીને વૈશ્વિક વ્યાપાર, સુરક્ષા અને માનવાધિકારો માટે ખતરો માનતા એક અલાયન્સ બનાવ્યું છે.

  • કોરોના વાયરસ, સાઉથ ચાઇના સી અને હૉંગકોંગને લઇને ચીન આખી દુનિયામાં નિશાને
  • 20મી સદીની જેમ તેને હવે હેરાન કરી શકાશે નહીં : ચીન

જ્યારે આ ઇન્ટર પાર્લામેન્ટરી અલાયન્સ ઓન ચાઇના (IPAC) ને ચીનમાં 'બનાવટી' બતાવાઇ રહ્યું છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે 20મી સદીની જેમ તેને હવે હેરાન કરી શકાશે નહીં અને પશ્ચિમના નેતાઓએ કોલ્ડ વોરવાળી વિચારસરણીથી બહાર આવી જવુ જોઇએ. 

એક સાથે ચીનને જવાબ આપવાની પહેલ

બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ, શુક્રવારે IPACને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમા અમેરિકા, જર્મની, બ્રિટેન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કનાડા, સ્વીડન, નોર્વે અને યૂરોપની સંસદના સભ્ય સામેલ છે. તેના મુજબ ચીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સક્રિયતાથી રણનીતિ બનાવીને સહયોગ કરીને યોગ્ય પ્રતિક્રિયા આપવી જોઇએ. ચીનના ટીકાકાર અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સીનેટર માર્કો રૂબિયો IPACના સહ અધ્યક્ષોમાંથી એક છે. 

ચૂકવવી પડે છે કિંમત

રૂબિયોનું કહેવું છે કે કોમ્યૂનિસ્ટ પાર્ટીના રાજમાં ચીન વૈશ્વિક પડકાર રજૂ કરી રહ્યું છે. અલાયન્સનું કહેવું છે કે ચીનનો વિરોધ કરનાર દેશોને મોટાભાગ આમ એકલા કરવું પડે છે, અને મોટી કિમત ચૂકવવી પડે છે. કોરોના વાયરસની મહામારી બાદ ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જઇ રહ્યો છે. જેની અસર બંને દેશોના ટ્રેડ અને ટ્રાવેલ સંબંધો પર જોવા મળી રહ્યો છે. 

1900ના દાયકા વાળુ નથી રહ્યું ચીન

ચીન વિરુદ્ધ આ પગલાની તુલના 1900ના દાયકામાં બ્રિટેન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઇટાલી અને ઓસ્ટ્રિયા-હંગેરીના '8 નેશન અલાયન્સ' સાથે કરાઇ રહી છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સ મુજબ આ દેશોની સેનાઓએ પેઇચિંગ અને બીજા શહેરોમાં લૂટફાટ મચાવી અને સામ્રાજ્યવાદની વિરુદ્ધ ચાલી રહેલા યિહેતુઆન આંદોલનને દબાવવાની કોશિશ કરી.

પેઇચિંગમાં ચાઇના ફોરેન અફેયર્સ યૂનિવર્સિટીના એક્સપર્ટ લી હાએડૉન્ગનું કહેવું છે કે ચીન હવે 1900 દાયકા જેવુ રહ્યું નથી અને તે પોતાના હિતને કચળવા દેશે નહીં. લીનું કહેવું છે કે અમેરિકા બીજા દેશોને પોતાની સાથે 'ચીન વિરોધી' વિચારમાં સામેલ કરવા માંગે છે અને પશ્ચિમમાં ચીનની વિરુદ્ધ માહોલ બનાવવા ઇચ્છે છે જેથી અમેરિકાને ફાયદો થાય. 

સંકળાયેલા મુદ્દાઓ

Alliances America China World News Controversial

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ