બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / effect of lockdown swiggy announces layoffs of 1100 employees

લૉકડાઉન / Zomato બાદ આ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ પોતાના 1100 કર્મચારીઓની કરશે છટણી

Published By: Mehul

Last Updated: 03:07 PM, 18 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન લંબાવામાં આવ્યું છે પરંતુ લૉકડાઉનની અસર હવે અલગ-અલગ સેક્ટર્સ અને તેમની સાથે જોડાયેલા લોકો પર દેખાઇ રહી છે. ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Swiggyએ છટણી કરવાનું એલાન કર્યું છે.

  • ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Swiggyએ છટણી કરવાનું એલાન કર્યું
  • Swiggy આગામી કેટલાક દિવસોમાં 1100 કર્મચારીઓની છટણી કરશે

ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Swiggyએ સોમવારે એલાન કર્યું છે કે આગામી કેટલાક દિવસોમાં તે 1100 કર્મચારીઓની છટણી કરશે. સ્વિગીના કો-ફાઉન્ડર અને CEO શ્રીહર્ષ મજેટીએ સોમવારે (18 મે) એ કંપનીના કર્મચારીઓને ઇમેલ લખ્યો છે. 

મજેટીએ પોતાના ઇમેલમાં લખ્યું કે સ્વિગી માટે આજનો દિવસ ઘણો કરુણ છે. આપણે આ કઠિન અને દુર્ભાગ્યપૂર્ણ સમયથી પસાર થવુ પડી રહ્યું છે. સ્વિગીથી પહેલા ઝોમેટો પણ છટણીનું એલાન કરી ચૂકી છે. 

હાલમાં જ ઝોમેટોએ જાણકારી આપી હતી કે તે પોતાના 13 ટકા કર્મચારીઓની છટણી કરશે અને જૂન બાદ આવનારા 6 મહીના સુધી કર્મચારીઓની સેલરીમાં 50 ટકાનો ઘટાડો પણ કરાશે. સ્વિગીના સીઇઓએ પોતાના કર્મચારીઓએ કહ્યું કે કોરોના વાયરસની અસર ડિલીવરી બિઝનેસ અને ઇ-કોમર્સ પર લાંબા સમય સુધી નહીં રહે, છતા વર્તમાન સ્થિત ક્યાં સુધી રહેશે તેનું અનુમાન લગાવવું હાલ તો મુશ્કેલ છે. નોંધનીય છે કે દેશવ્યાપી લૉકડાઉનને આગામી 31 મે સુધી આગળ વધારવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Job Cuts Swiggy Zomato કોરોના વાયરસ LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ