બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn money from sbi atm franchise business and earn every month 60k to 70k

કમાણી / SBI આપી રહી છે દર મહિને 60 હજાર રૂપિયા કમાવવાની જબરદસ્ત તક, ફટાફટ કરી લો કામ

Published By: Noor

Last Updated: 09:32 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ઘરે બેઠા કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તો કોઈ એક્સ્ટ્રા કમાણી કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું, જેના દ્વારા તમે સરળતાથી 60 રૂપિયા મહિને કમાઈ શકો છો. ચાલો જાણીએ.

  • SBI બેંક આપી રહી છે કમાણી કરવાની તક
  • એસબીઆઈના એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને કમાવો હજારો
  • દર મહિને 60થી 70 હજારની થશે કમાણી

SBI બેંક કમાણી કરવાની તક આપી રહી છે. તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને તમે આ કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે, એટીએમ લગાવતી કંપનીઓ અલગ હોય છે. કોઈપણ બેંક પોતાની જાતે એટીએમ નથી લગાવતી. બેંક તરફથી અમુક કંપનીઓને એટીએમ લગાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે અલગ અલગ જગ્યાએ એટીએમ લગાવાનું કામ કરે છે. તો આવો જાણીએ કે, એટીએમ ફ્રેન્ચાઈઝી લઈ કઈ રીતે કમાણી કરી શકો છો.

SBI ATM ફ્રેન્ચાઈઝી લેવા માટેની શરતો

  • તમારી પાસે 50-80 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ.
  • અન્ય એટીએમથી તેનું અંતર 100 મીટર હોવું જોઈએ.
  • આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર અને ગુડ વિઝિબિલિટીવાળી હોવી જોઈએ.
  • 24 કલાક પાવર સપ્લાય હોવો જોઈએ અથવા 1 કિલોવાટ વીજ કનેક્શન હોવું જોઈએ.
  • આ એટીએમમાં ​​દરરોજ લગભગ 300 ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઈએ.
  • એટીએમની જગ્યાએ કોંક્રિટની છત હોવી જોઈએ.
  • વી-સેટ સ્થાપિત કરવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી કોઈ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જરૂરી છે.

ડોક્યૂમેન્ટ લિસ્ટ

  • આઈડી પ્રૂફ - આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ - રાશન કાર્ડ, વીજળી બિલ
  • બેંક ખાતું અને પાસબુક
  • ફોટોગ્રાફ, ઇ-મેલ આઈડી, ફોન નંબર
  • અન્ય દસ્તાવેજો
  • જીએસટી નંબર
  • નાણાકીય દસ્તાવેજો
  • કેવી રીતે અરજી કરવી

કેટલીક કંપનીઓ એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે એટીએમ લગાવતી કંપનીઓ જુદી જુદી હોય છે. Tata Indicash, Muthoot ATM અને India One ATM ની પાસે એટીએમનો મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઇટ્સ પર ઓનલાઇન લગિન કરીને એટીએમ માટે અરજી કરી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટ

Tata Indicash - www.indicash.co.in
Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html
India One ATM - india1atm.in/rent-your-space

કેટલું રોકાણ કરવું પડશે

ટાટા ઈન્ડિકેશ આમાંથી સૌથી જૂની અને મોટી કંપની છે. તે 2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફન્ડેબલ છે. આ સિવાય 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે કુલ રોકાણ 5 લાખ રૂપિયા છે.

કેટલી કમાણી કરી શકાય છે

કમાણીની વાત કરીએ તો દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. વાર્ષિક રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે જો તમારા એટીએમ દ્વારા રોજ 250 ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન હોય તો મંથલી ઈન્કમ 45 હજાર રૂપિયા હોઈ શકે છે. જો રોજના 500 ટ્રાન્ઝેક્શન થાય તો ઈન્કમ 88-90 હજાર હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

business earn money sbi atm franchise Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ