બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Dusting Delhi in the last overs, Chennai again the Super 'Kings'; Delhi have one more chance to reach the final

IPL / દિલ્હીને છેલ્લી ઓવર્સમાં ધૂળ ચટાવી,ચેન્નઈ ફરી સુપર 'કિંગ્સ'; દિલ્હી પાસે ફાઈનલમાં પહોચવા વધુ એક તક

Published By: Mehul

Last Updated: 11:56 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલી ક્વોલિફાયર મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ગત સિઝનની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિજેતા બન્યું

  • IPL સીઝન 2 માં CSK ફાઈનલમાં 
  • ફિનીશર સુકાની ધોનીની સ્ફોટક બેટિંગ
  • 13ના મુકાબલા પર DCની ચાતક નજર 

દુબઈમાં રમાઈ રહેલી IPL હવે તેના અંતિમ તબક્કામાં આવી પહોચી છે. IPL-2021ના ફેઝ-2માં રવિવારે પહેલી ક્વોલિફાયર મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ગત સિઝનની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિજેતા બન્યું હતું.CSKએ આજીત સાથે જ ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. CSKના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી  બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. DC તરફથી  રિષભ પંત તથા પૃથ્વી શોએ અર્ધસદી નોંધાવી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. સુકાની મહેન્દ્રસિંહ ધોની એ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. ઘણા લાંબા સમયે ધોનીએ પોતાનું 'ફીનીશર્સ'નું ફોર્મ ફાઈનલ મેચ પહેલા પાછું મેળવી લીધું છે તેમ કહી શકાય. જોકે દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક રહેલી છે.દિલ્હીની મેચ  હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ RCB v/s KKRના વિજેતા સામે 13મી ઓક્ટોબરે રમાશે.

 
 

સંકળાયેલા મુદ્દાઓ

CSK in Final CSK won Cricket DC lost IPL The metch session 2 ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈની જીત દિલ્હી કેપીટલ્સ ફાઈનલમાં ફિનીશર ધોની Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ