બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Don't be fooled if you don't pay attention before buying gold and silver jewelery at festivals and weddings.

આંખે ખોલ દી / તહેવાર,લગ્નસરામાં સોના-ચાંદીના દાગીના ખરીદતા પહેલા જો આ ધ્યાન ના રાખ્યું તો ખરેખરા છેતરાશો

Published By: Mehul

Last Updated: 04:33 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સોના-ચાંદીમાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે અને વેપારીઓ ભેળસેળીયો માલ ગ્રાહકોને ધાબડી દે છે. પાંચ દાયકાથી સક્રિય એવી ગોલ્ડ  ટેસ્ટીંગ લેબોરેટરીનું ચોંકાવનારુ તારણ

  • સોના-ચાંદીના દાગીના ખરીદતા સાવધાન 
  • ગુજરાતમાં ભેળસેળિયો માલ પધરાવાય છે 
  • ટેસ્ટીંગ લેબોરેટરીનું ચોંકાવનારુ  તારણ 

નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને દીપાવલીના તહેવારોની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, બજારમાં સોના-ચાંદીની માંગમાં વધારો જોવા મળે છે. બે વર્ષના કોરોના કાળ પછી હવે સ્થિતિ ઘણા અંશે સામાન્ય થઇ રહી છે ત્યારે, સોના-ચાંદી બજારને પણ તેજી તોખાર હણહણે તેવી અપેક્ષા છે. પરંતુ ગ્રાહકોએ આવા સમયે સાવધાની વર્તવાની જરૂર છે.તમે ખરીદો છો એ સોનું- કે ચાંદી શુદ્ધ છે તેની ખબર કેવી રીતે પડશે.? એક માહિતી પ્રમાણે ગુજરાતમાં સોના-ચાંદીમાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે અને વેપારીઓ ભેળસેળીયો માલ ગ્રાહકોને ધાબડી દે છે. 1973થી અત્યાર સુધી એમ પાંચ દાયકાથી સક્રિય એવી ગોલ્ડ  ટેસ્ટીંગ લેબોરેટરી એ ચોંકાવનારો અહેવાલ આપ્યો છે.આ લેબોરેટરીએ  થી માંડીને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ સીકાઓ અને દાગીનાઓનું ટેસ્ટીંગ કર્યું છે.

સોના-ચાંદીમાં મિલાવટ

ગોલ્ડ ટેસ્ટીંગ લેબોરેટરીએ એમ પણ ઉમેર્યું છે કે, 8 થી 10 ટકા સિક્કા અને દાગીનાઓમાં,દાવાઓ કરતા ઓછું સોનું મળી આવ્યું હતું. તો 24 કેરેટના બદલે 9 કેરેટ સુધીના સિક્કા પણ ગ્રાહકો પાસે હતાં. જ્યાં સુધી સોનું કે ચાંદીનું ટેસ્ટીંગ નથી થતું ત્યાં સુધી ગ્રાહકો આ સંપૂર્ણ ભેળસેળથી બિલકુલ અજાણ હોય છે . આમ,24 કેરેટના નાણાં ચૂકવ્યા બાદ ભેળસેળ વાળું સોનું ચાંદી ગ્રાહકોને મળે છે.હાલમાં પણ 80 ટકા સોનાના સિક્કા ટેસ્ટિગમાં ખરા નથી ઉતરતા.રજિસ્ટર્ડ કંપનીઓ સિવાયની કંપનીઓના સિક્કા ખોટાં સાબિત થાય છે

  શું કહે છે સોના-ચાંદી બજાર 
સોના- ચાંદીના ભાવમાં આ સમયે ઉતાર ચઢાવ ચાલુ છે. તેવામાં જો ખરીદી કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સારી તક છે ગત કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. જે બાદ સોનું રેકોર્ડ સ્તરથી 9300 રુપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. હાલમાં આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.  મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બરે ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.14 ટકાની તેજી આવી ગઈ છે. ત્યારે ચાંદીની કિંમત 0.48 ટકાનો ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.

રેકોર્ડ સ્તરથી 9308 રુપિયા સસ્તુ મળી રહ્યુ છે સોનું
 

ઓગસ્ટ 2020ની સરખામણીએ એમસીએક્સ પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે એમસીએક્સ અનુસાર આજે સોનુ  46,892 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 9308 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Don't be fooled buying gold and silver jewelery pay attention ગુજરાત ગ્રાહકો તહેવાર ભેળસેળ મિલાવટ લગ્નસરા સાવધાન સોના-ચાંદી Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ