ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dharmendra deol share video message for fans about his health

ધરમજીનો સંદેશ / બી પોઝિટિવ! હું બીમાર નથી, બુરા મત સુનો... ધર્મેન્દ્રએ પોતે VIDEO પોસ્ટ કરીને આપ્યો સુંદર મેસેજ

Published By: Khyati

Last Updated: 10:07 AM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મેન્દ્રની તબિયત લથડી હોવાના સમાચાર વચ્ચે ખુદ ધરમપાજીએ વીડિયો મેસેજ કર્યો શેર, ફેન્સને ગીત સંભળાવીને કહી દીધી આ વાત

ADVERTISEMENT

  • ધર્મેન્દ્ર દેઓલની તબિયત લથડી હોવાની અફવા
  • ધર્મેન્દ્રએ શેર કર્યો વીડિયો મેસેજ
  • ફેન્સને કહ્યું, થિન્ક પોઝિટીવ, લાઇફ વિલ બી પોઝિટીવ 

ધરમપાજીની તબિયત લથડી હોવાના વાયુવેગે સમાચાર પ્રસરી રહ્યા હતા. બોલીવુડ સ્ટાર ધર્મેન્દ્રને હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે તેવી અફવા ફેલાઇ હતી. જો કે બોબી દેઓલે સ્પષ્ટ કર્યુ છે કે ધર્મેન્દ્ર દેઓલ એકદમ સ્વસ્થ છે. તેઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ત્યારે આ અંગે ખુદ ધરમપાજીએ એક વીડિયો મેસેજ ફેન્સ માટે શેર કર્યો છે. ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે. 

હેલો ફ્રેન્ડ્સ, બી પોઝિટીવ, થિંક પોઝિટીવ-ધર્મેન્દ્ર  

બોલિવૂડના હીમેનએ પોતાના વિશે ફેલાતા સમાચારો વિશે જાણ થતા જ તેમને તેમના ચાહકોની ચિંતા થઇ. તેમણે એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમને કંઇ થયુ નથી.  આ વિડિયોમાં ધર્મેન્દ્ર પોતાના સ્વાસ્થ્યને લગતી માહિતી જ નથી આપી રહ્યા પરંતુ તેમની ફિલ્મનું એક ગીત પણ ગાઈ રહ્યા છે. અને એમ પણ કહ્યું કે 'તેઓ ચૂપ છે પણ બીમાર નથી'.

 

બોબી દેઓલે અફવાનું કર્યુ હતું ખંડન

ધર્મેન્દ્ર પહેલા તેમના પુત્ર અને અભિનેતા બોબી દેઓલે પણ પિતાના બીમાર હોવાના તમામ સમાચારોને નકારી કાઢ્યા હતા. તેઓએ  કહ્યું હતું કે સિનિયર દેઓલ બિલકુલ સ્વસ્થ છે, તે બીમાર નથી કે હોસ્પિટલમાં દાખલ નથી. સાથે જ તેમણે ચાહકોએ ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.  મહત્વનુ છે કે મે મહિનામાં ધર્મેન્દ્રની તબિયત બગડી હતી. શૂટિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી પરંતુ હાલમાં તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આ ઉંમરે પણ તેની ફિટનેસ બધાને ચોંકાવી દે છે. 86 વર્ષના ધર્મેન્દ્ર હજુ પણ સ્વિમિંગ અને ક્યારેક ખેતી કરતા જોવા મળે છે.

થોડા દિવસો પહેલા ધર્મેન્દ્ર હોસ્પીટલમાંથી પરત ફર્યા 

આ પહેલા ધર્મેન્દ્ર જયારે હોસ્પિટલ માંથી પરત ફર્યા હતા ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો માં ધર્મેન્દ્ર એ જણાવ્યું હતું કે " કંઈપણ વધુ પડતું ન કરો. મેં તે કર્યું અને મેં સહન કર્યું. મને પાછળના ભાગમાં એક સ્નાયુ ખેંચાયો હતો અને તેના માટે હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી. ત્યાં થોડા દિવસો મારા માટે  મુશ્કેલ સમય હતો. કોઈપણ રીતે, હું તમારી શુભકામનાઓ અને તેમના આશીર્વાદ સાથે પાછો આવ્યો છું. ચિંતા ન કરો. હવે હું વધુ ધ્યાન રાખીશ. Love you all."
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra ધરમપાજી ધર્મેન્દ્ર દેઓલ વીડિયો મેસેજ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ