બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Dhanush's movie Captain Miller trailer release, actor seen doing dangerous action

મનોરંજન / ધનુષની ફિલ્મ Captain Millerનું ટ્રેલર રીલીઝ, ખતરનાક એક્શન કરતો જોવા મળ્યો અભિનેતા

Megha

Last Updated: 03:16 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનુષની ફિલ્મ Captain Millerનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મનું ટ્રેલર બે મિનિટથી વધુ લાંબુ છે, જેમાં આઝાદી પહેલાના ભારત પર આધારિત ડ્રામા બતાવવામાં આવ્યો છે.

  • ધનુષની ફિલ્મ Captain Millerનું ટ્રેલર આવી ગયું છે. 
  • વર્ષ 2024ની પહેલી સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. 
  • ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

ધનુષની ફિલ્મ Captain Millerનું ટ્રેલર આવી ગયું છે. સાઉથની ફિલ્મો માટે સંક્રાતિ વીકએન્ડ બહુ મોટો હોય છે એવું જ જેમ હિન્દી ફિલ્મો માટે આ દિવાળી સપ્તાહ હોય. દરેક મોટી ફિલ્મ આ સમયમાં રીલીઝ થાય એમ મેકર્સ ઈચ્છે છે. 'કેપ્ટન મિલર' પણ સંક્રાંતિ પર આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝના એક અઠવાડિયા પહેલા આવી ગયું છે. તેને જોઈને લાગે છે કે વર્ષ 2024ની પહેલી સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. 

કેપ્ટન મિલરનું ટ્રેલર બે મિનિટથી વધુ લાંબુ છે, જેમાં આઝાદી પહેલાના ભારત પર આધારિત ડ્રામા બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ધનુષ ડાકુ છે, સૈનિક છે કે બચાવનાર? ટ્રેલરમાં આના ઘણા પાસાઓ જોવા મળ્યા છે.બ્રિટિશ શાસિત ભારતમાં બનેલા ટ્રેલરમાં ઘણા ફાઇટ સીન પણ જોવા મળે છે, જેમાં ધનુષ ખતરનાક એક્શન કરતો જોઈ શકાય છે. તે પોતાના ગામ અને તેની ખાણને બચાવવા માટે અંગ્રેજો સામે લડતા જોઈ શકાય છે. પરંતુ અંતે ટ્વિસ્ટ એ છે કે ધનુષ એક સમયે અંગ્રેજો સાથે સૈનિક તરીકે કામ કરતો હતો અને તેને કેપ્ટન મિલર કહેવામાં આવતો હતો.

ધનુષની આ ફિલ્મનું નિર્દેશન અરુણ માથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું છે. ધનુષ ઉપરાંત પ્રિયંકા અરુલ મોહન, શિવરાજ કુમાર, નિવેદિતા સતીશ, વિનાયકન અને સંદીપ કિશન જેવા સ્ટાર્સ 'કેપ્ટન મિલર'માં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

વધુ વાંચો: જાવેદ અખ્તરે કેમ કહ્યું "એનિમલ ફિલ્મનું હિટ થવું છે ખતરનાક"? નિર્માતા નહીં દર્શકોને ઠેરવ્યા જવાબદાર

થોડા દિવસો પહેલા 'કેપ્ટન મિલર' પણ તેના સેન્સર સર્ટિફિકેટના કારણે ચર્ચામાં રહી હતી. સીબીએફસીએ ફિલ્મમાં કુલ 14 ફેરફાર કર્યા છે. આમાં મ્યૂટ શબ્દોથી લઈને એક્શન સીન દૂર કરવા સુધીની સૂચનાઓ શામેલ છે. ક્લાઈમેક્સમાંથી ચાર મિનિટનો ભાગ પણ કાઢી નાખવામાં આવ્યો છે. બોર્ડ કહે છે કે તે વિઝ્યુઅલ ખૂબ હિંસક હતા. જણાવી દઈએ કે 'કેપ્ટન મિલર' માત્ર એક ફિલ્મ તરીકે રિલીઝ થશે નહીં. નિર્માતાઓ તેને ત્રણ ફિલ્મોની ફ્રેન્ચાઇઝીમાં ફેરવવાની યોજના ધરાવે છે. આગામી બે ફિલ્મો ક્યારે આવશે, તેનું ભવિષ્ય આ ફિલ્મ પરના રિસ્પોન્સ પર નિર્ભર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ