બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Despite being in power for 27 years, BJP has never won these seats in Gujarat

સત્તાનું સમીકરણ / 27 વર્ષથી સત્તા છતાં ગુજરાતની આ બેઠકો ક્યારેય જીતી નથી શક્યું BJP, આ વખતે બનાવી સ્પેશ્યલ સ્ટ્રેટેજી

Priyakant

Last Updated: 03:18 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવી બેઠકો જ્યાં ભાજપના છૂટી ગયા પરસેવા, 5 વાર ચૂંટણી થઈ, હાર બાદ હાર મળી

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર 
  • એવી બેઠકો જ્યાં ભાજપના છૂટી ગયા પરસેવા
  • 5 વાર ચૂંટણી થઈ પણ ભાજપને માત્ર હાર બાદ હાર મળી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ એક ખાસ રણનીતિ હેઠળ અલગ રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપને આશા છે કે ફરી એકવાર સરકાર બનશે. ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં થયેલા કામોનું સમર્થન છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે. 

જો આપણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો 1998 થી 2017 વચ્ચે હજુ પણ એવી ઘણી બેઠકો છે જે ભાજપ જીતી શકી નથી. એવી એક ડઝન જેટલી બેઠકો છે જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં ગુજરાતમાં ભાજપ જીતી શકી નથી. ફરી એકવાર આ બેઠકોને લઈને ચર્ચા શરૂ થઈ છે કે શું આ વખતે પરિણામ અલગ આવશે. 

એવી બેઠકો કે જ્યાં 5 ચૂંટણીથી કમળ નથી ખીલ્યું 

ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં હોવા છતાં ભાજપ આ બેઠકો જીતી શક્યું નથી. ચૂંટણી પંચના ડેટા મુજબ છેલ્લી 5 ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે બેઠકો જીતી શકી ન હતી. તેમાં રાજકોટની જસદણ અને ધોરાજી, ખેડા જિલ્લાની મહુધા, આણંદની બોરસદ, ભરૂચની ઝઘડિયા, નાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના ભિલોડા અને તાપી જિલ્લાના વ્યારાનો સમાવેશ થાય છે. ગુજરાતના વલસાડ જિલ્લાની કપરાડા પણ આવી જ એક બેઠક છે, જે 1998 પછી યોજાયેલી કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી શકી નથી.  

મહત્વનું છે કે, લાંબા સમયથી સત્તામાં હોવા છતાં ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં ભાજપ જે રીતે એકતરફી જીત મેળવી રહ્યું છે તે જ પ્રકારે રાજ્યની અનામત બેઠકો પર પણ તે જીત મેળવી શકી નથી. આપણે છેલ્લી વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો 2017માં ભાજપે 99 બેઠકો જીતી હતી. આમાંથી 9 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 7 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. જેમાંથી 15 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને પાંચ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત હતી. ભાજપ જે બેઠકો જીતી શકી નથી તેમાંથી મોટાભાગની બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ જ કારણ છે કે, ભાજપે ભૂતકાળમાં જે પાંચ ગુજરાત ગૌરવ યાત્રાઓને લીલી ઝંડી આપી છે તેના રૂટની પસંદગીમાં આદિવાસી વિસ્તારોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

એવી 50 બેઠકો જેના પર કોંગ્રેસ ખાતું પણ નથી ખોલી શકી 

ગુજરાતમાં ખાસ કરીને 1995થી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો નથી. જો આપણે છેલ્લી કેટલીક ચૂંટણીઓ પર નજર કરીએ તો લગભગ 50 એવી બેઠકો છે જે કોંગ્રેસ જીતી શકી નથી. જેમાં મુખ્યત્વે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, સાબરમતી, એલિસબ્રિજ, અસારવા, મણિનગર અને નરોડા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઓલપાડ, મહુવા અને સુરત ઉત્તર, વડોદરા જિલ્લાના વડોદરા, રાવપુરા અને વાઘોડિયા, નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર અને નવસારીનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાની ગણદેવી, અંકલેશ્વર, ખેડા જિલ્લાની નડિયાદ, પંચમહાલની સેહરા, સાબરકાંઠાની ઇડર, મહેસાણામાં વિસનગર, બોટાદ જિલ્લાની બોટાદ, જૂનાગઢ જિલ્લાની કેશોદ, પોરબંદરની કુતિયાણા, રાજકોટની ગોંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકો તરફી મતદાન થયું છે. સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ