ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:25 PM, 6 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબના જે પરિવારનું અપહરણ થયું હતું, તે ચારેય સદસ્યોના મૃતદેહ મળ્યા છે. આમાંથી એક આઠ મહિનાની બાળકી પણ સામેલ છે. મર્સ્ડ કાઉન્ટી શેરિફ વર્ન વાર્નકેએ જણાવ્યું કે આ ખૂબ જ ભયાનક છે. તેમણે કહ્યું કે પીડિતોનાં મૃતદેહ એ જ વિસ્તારમાં મળ્યા છે.
ADVERTISEMENT
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે ચાર લોકોનાં 3 ઓકટોબરના રોજ સાઉથ હાઇ વે 59ના 800 બ્લોકથી અપહરણ થયા હતા. અધિકારીઓએ કોઈપણ શંકાસ્પદ નામો લીધા નથી. જાણકારી અનુસાર, પીડિત પરિવારનો અમેરિકામાં ટ્રાન્સપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબનાં હોશિયારપુર જિલ્લાના ટાંડાનાં હરસી ગામનાં છે.
An Indian-origin family of four, incl an 8-month-old child, kidnapped in California, US
— ANI (@ANI) October 5, 2022
"Their car was found burnt 20-25 km away from their office. Their mobile phones have been found. Till now, no call for ransom received," says one of their relative in Hoshiarpur, Punjab pic.twitter.com/6tXQS9ZBWi
ADVERTISEMENT
એક શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો
આ પહેલા કેલિફોર્નિયા પોલીસે આ મામલામાં 48 વર્ષીય શખ્સને કસ્ટડીમાં લીધો હતો. શખ્સે ખુદને મારવાની કોશિશ પણ કરી હતી અને હવે તેની સ્થિતિ ગંભીર છે.
ADVERTISEMENT
બળેલો ટ્રક મળ્યો હતો
એક રિપોર્ટ મુજબ, જાસૂસોને મંગળવારે સવારે માહિતી મળી હતી કે પીડિતના બેંક કાર્ડનો ઉપયોગ એટવોટર, મર્સ્ડ કાઉન્ટીમાં એક એટીએમમાં કરવામાં આવ્યો હતો. સોમવારે, કેલિફોર્નિયાના ફાયર અધિકારીઓએ મર્સ્ડની બહારના ગ્રામીણ વિસ્તારમાં અમનદીપ સિંહનો આગ લાગેલો ટ્રક મળ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે એવા પુરાવા છે કે અપહરણકર્તાઓએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોય.
આ પરિવાર પંજાબના હોશિયારપુરનો હતો
જે પરિવારનું અપહરણ કરવામાં આવ્યું છે તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે. બદમાશો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં 36 વર્ષીય જસદીપ સિંહ, તેની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી અરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
2019માં પણ ભારતીય મૂળના નાગરિકનું થયું હતું અપહરણ
જણાવી દઈએ કે વર્ષ 2019માં ભારતીય મૂળના એક ટેક્નિશિયન તુષાર અત્રે તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમેરિકામાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિકે તેમનું કેલિફોર્નિયામાં જ તેમના જ ઘરમાં અપહરણ કર્યું હતું. અપહરણનાં અમુક કલાકોની અંદર તેમનો મૃતદેહ મળી આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો