બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dates of the results of the board of standard 10 and 12 have been announced

BIG NEWS / ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામની તારીખો થઈ જાહેર

Vishnu

Last Updated: 05:41 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે પરીણામ તો ધોરણ-૧૦નું 6 જૂને રિઝલ્ટ આવશે

  • ધોરણ 10નું પરિણામ 6 જૂને થશે જાહેર 
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦8:૦૦ કલાકે  જાહેર થશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું  માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦6/૦6/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થશે

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529  વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આવતીકાલે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ આવશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.www.gseb.org પર જઈ પરિણામ જોઇ શકાશે

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

 

સંકળાયેલા મુદ્દાઓ

GSEB Jitu Vaghani Standard 10 board result Standard 12 board result ગુજરાત બોર્ડ રિઝલ્ટ જીતુ વાઘાણી ધોરણ 10 બોર્ડ પરિણામ ધોરણ 12 બોર્ડ પરિણામ standard 10 and 12 board results
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ