બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus in world updates covid19 positive cases and death toll rises america britain

Coronavirus / વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી નાનકડાં શહેરની વસતિ જેટલાં લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 1.21 લાખ કેસ નોંધાયા

Published By: Mehul

Last Updated: 04:44 PM, 4 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાઈરસ દુનિયાભરમાં કાળોકેર વર્તાવવાનું બંધ નથી કરી રહ્યો. હાલ દુનિયાના 213 દેશમાં કોરોના મહામારીએ તબાહી મચાવી રાખી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 1.21 લાખ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 4,927નો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધીમાં લગભગ 65.68 લાખથી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી કુલ 3,87,957 લોકોનાં મોત થયાં છે.

વિશ્વના 213 દેશમાં કોરોનાથી તબાહીઃ અત્યાર સુધીમાં 65,68,510 કેસ, કુલ મૃત્યુઆંક 3,87,957
દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 13 દેશોમાંથી આવ્યા છે

બીજી તરફ, સારવાર લીધા બાદ 31 લાખ લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 13 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 49 લાખ જેટલી છે.

કોરોનાએ સૌથી વધુ કેર અમેરિકામાં વર્તાવ્યો છે. અમેરિકામાં 19 લાખથી પણ વધુ લોકો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત નીકળ્યા છે. 1 લાખથી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. હવે બ્રાઝિલમાં દરરોજ અમેરિકાથી વધુ મોત નોંધાઇ રહ્યાં છે. બ્રાઝિલમાં કોરોનાનું સંક્રમણ ભયંકર ઝડપથી ફેલાઇ રહ્યું છે. બ્રાઝિલ બાદ રશિયા, સ્પેન, બ્રિટન, ઈટાલી અને ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

ખાસ વાત છે કે, બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઇટાલી, ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે લાખને પાર થઇ ચૂકી છે. આ ઉપરાંત સાત દેશો એવા છે જ્યાં આ આંકડો એક લાખ પર પહોંચી ગયો છે.

આંકડાઓ પર એક નજર કરીએ તો, અમેરિકામાં 19,01,783 કેસ છે અને કુલ 1,09,142 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં 5,84,562 કેસ નોંધાયા છે અને કુલ 32,568 લોકોએ જીવ ગુમાવ્યા છે. રશિયા 4,32,277 કેસ સાથે ત્રીજા સ્થાને છે. અહીં કુલ 5,215 લોકોનાં મોત થયાં છે. સ્પેનમાં 2,87,406 કેસ છે અને 27,128 લોકોનાં મોત થયાં છે. 

બીજી તરફ, બ્રિટન આવતા તમામ મુસાફરોએ હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહેવું જ પડશે. આ નિયમને તોડવા બદલ 95,000 રૂપિયા (1000 પાઉન્ડ)નો દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. કેટલીક એરલાઈન્સ કંપનીઓએ બ્રિટન સરકારના આ નિર્ણયને સાવ નકામો ગણાવ્યો છે. 

બ્રિટનમાં 39,000થી વધુ લોકોનાં મોત

બ્રિટનમાં એક જ દિવસમાં 359 લોકોનાં મોત થયાં છે અને 1871 નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. અહીં મોતનો કુલ આંકડો હવે વધીને 39,728 થઈ ગયો છે. બીજી તરફ, કુલ 2,79,856 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને સ્પેન બાદ બ્રિટન વિશ્વનો પાંચમો સૌથી ચેપગ્રસ્ત દેશ બની ગયો છે.

બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1349 લોકોનાં મોત

બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1,349 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો સૌથી પ્રભાવિત દેશ છે. અહીં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો 32,568 થઈ ગયો છે, જ્યારે 5,84,562 લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકા બાદ કોરોનાના સૌથી દર્દીઓ બ્રાઝિલમાં છે.

યુક્રેનમાં 24 કલાકમાં 483 નવા કેસ નોંધાયા

યુક્રેનમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અહીં છેલ્લા 24 કલાકમાં 483 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે હવે અહીં કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને 24,823 થઈ ગયો છે.  અહીં કુલ મૃત્યુઆંક 735 થયો છે. 

દુનિયામાં 24 કલાકમાં 93 હજારથી વધારે કેસ નોંધાયા: WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં કોરોના સંક્રમણના 93 હજારથી વધારે કેસ નોંધાયા છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રેસિયસસે કહ્યું હતું કે, અમને મધ્ય અને દક્ષિણ અમેરિકાની ચિંતા વધુ છે. ત્યાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અહીં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઈરસની સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનની ટ્રાયલ ફરી શરૂ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

America Britain Coronavirus Who World News કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ