બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / coronavirus cases in world update covid 19 total cases deaths in world pandemic crisis in us
ADVERTISEMENT
સિંગાપોરને વિશ્વના સૌથી મોટા બિઝનેસ હબમાંનું એક માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો રહે છે. કોરોનાના ચેપથી આ શ્રમિકો જ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. હવે ત્યાંની સરકાર તેમના માટે નવી અને વધુ સારી ડોરમેટ્રીઝ બનાવવા જઈ રહી છે. ત્યાં આરોગ્ય સુવિધાઓ અને સ્વચ્છતાની ખૂબ સારી વ્યવસ્થા હશે.
કોરોના મહામારીની સૌથી માઠી અસર હાલ અમેરિકામાં જોવા મળી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 18.81 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 1,08,059 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 6.46 લાખ લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.
ADVERTISEMENT

અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના સંક્રમણના 4 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29,000 લોકોનાં મોત થયાં છે. ન્યૂજર્સીમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને કુલ 11 હજારથી વધારે લોકોનાં મોત થયા છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના સિંધના પ્રધાનનું કોરોનાથી મોત
પાકિસ્તાનના સિંધના પ્રધાન હાજી ગુલામ મુર્તઝા બલોચનું ગઈ કાલે મંગળવારે મોડી રાતે કોરોના સંક્રમણથી મોત થયું છે. આ જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તાએ આપી હતી. પાકિસ્તાનમાં લોકડાઉન હટાવ્યા બાદ સ્થિતિ સતત બગડી રહી છે. અહીં અત્યાર સુધીમાં કુલ76,398 કેસ નોંધાયા છે અને 1621 લોકોનાં મોત થયા છે.
ADVERTISEMENT
ચીલીમાં છેલ્લા 24 કલાકમાં 3527 નવા કેસ
ચીલીમાં કોરોના સંક્રમણના નવા કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં જ 3527 નવા કેસ સામે આવ્યા છે અને 75 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ હવે કુલ પોઝિટિવ કેસ 1,08,686 થઈ ગયા છે અને કુલ 1188 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ADVERTISEMENT

એક મહિના બાદ ઈઝરાયલમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ADVERTISEMENT
ઈઝરાયલમાં છેલ્લા 24 કલાકમાં 116 નવા કેસ નોંધાયા છે. આ અગાઉ એક મહિના પહેલા એક મેના રોજ 155 નવા કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં કુલ 17,285 કેસ નોંધાયા છે અને 287 લોકોનાં મોત થયાં છે. અહીં હાલ 2055 એક્ટિવ કેસ છે.
દરમિયાન, બ્રાઝિલમાં 5.58 લાખથી વધુ કેસ નોંધાયા છે અને કુલ 31,309 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના સંક્રમણના કેસના મામલે બ્રાઝિલ સમગ્ર વિશ્વમાં અમેરિકા બાદ બીજા સ્થાને છે. ત્યારબાદ રશિયા 4,23,741 કેસ સાથે ત્રીજા સ્થાને છે. રશિયામાં કુલ 50037 લોકોનાં મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.