બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Cong-Cong MLAs came after the tweet of 'BJP's eye on 10 MLAs of Gujarat'

નિવેદનબાજી / 'ગુજરાતના 10 MLA પર ભાજપની નજર'ના ટ્વિટ બાદ કોંગી-કોંગી ધારાસભ્યો આવ્યા સામે

Published By: Mehul

Last Updated: 07:05 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્ય સંયમ લોઢાએ આ ટ્વીટ બાદ ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે કહ્યુ કે, તે સંયમ લોઢાનો વ્યક્તિગત અભિપ્રાય.ચૂંટણીઓ આવે ત્યારે આવી બાબતો વહેતી થાય છે

  • રાજસ્થાન-ગુજરાતના ધારાસભ્યો આમને-સામને 
  • વિધાનસભા-2022 ચૂંટણીને લઈને આમને-સામને 
  • ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો પલટ વાર 

ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપ નજર રાખીને બેઠું છે, રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્ય સંયમ લોઢાએ આ ટ્વીટ કરતા રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે કોંગ્રેસી ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, તે સંયમ લોઢાનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. ચૂંટણીઓ આવે ત્યારે આવી બાબતો વહેતી થાય છે. તેમને એમ પણ કહ્યુ કે, રાજ્યસભાની ચૂંટણી સમયે જે ઘટનાઓ ઘટવાની હતી તે ઘટી ગઈ છે. હવે વિધાનસભા દરમિયાન કોંગ્રેસની યુનિટી દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી 2017ની ચૂંટણી કરતા પણ વધારે તાકાતથી આગામી ચૂંટણી લડવા જઈ રહી છે.

તમારા પક્ષને મજબૂત માનતા હોય તો શુ કરવા અન્ય નેતાઓ પાર્ટીમાં લઈ જવા પડે ?: શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે ભાજપને સવાલ કરતા કહ્યુ કે, જો તમે સારા કામ કરી રહ્યા છો ? જો તમારી નીતિમત્તા બરાબર હોય ? તમારા પક્ષને મજબૂત માનતા હોય તો શુ કરવા અન્ય નેતાઓ પાર્ટીમાં લઈ જવા પડે ? તો બીજી તરફ કોંગ્રેસી ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે કહ્યુ કે, અગાઉ જે ઘટવાનુ હતુ તે ઘટી ગયુ હવે પાર્ટીમાં એકતા છે જેથી કોંગ્રેસ આગામી ચૂંટણીમાં 125 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આપને જણાવી દઈયે કે, રાજેસ્થાનના કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા ટ્વીટ કરીને જણાવાયુ હતુ વ્યક્ત કરાઈ હતી કે ભાજપ ગુજરાત કોંગ્રેસના 10 MLAના સંપર્કમાં છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. 

મહત્વનું છે કે, સંયમ લોઢાએ 18મી માર્ટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસમાં તોડફોડની તૈયારીઓ શરૂ

એક મીડિયા સાથેની ચર્ચા દરમિયાન  સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.

2 વર્ષ પહેલા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, 2020 માં, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પાછળથી જૂન 2020 માં, કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલના લોઢાના સંકેત

તમને જણાવી દઈએ કે CM અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢા છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન સરકારની ટીકા કરી રહ્યા છે. વિધાનસભામાં આવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કોંગ્રેસના શાસનની ખામીઓ ગણાવવાની સાથે સંયમ દ્વારા મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું.ત્યારે ગુજરાતને લઈને કોંગ્રેસને ચેતવણી આપવામાં આવી છે. CMના સલાહકારે ટ્વીટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની ચેતવણીના અનેક અર્થ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

10 ધારાસભ્યો કોંગ્રેસ ધારાસભ્ય ગુજરાત ટ્વીટ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંયમ લોઢા હિંમતસિંહ પટેલ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ