ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / competition between elon musk and mukesh ambani can be seen

ટક્કર / અંબાણીને ટક્કર આપવા આવી રહ્યા છે એલન મસ્ક? જોકે ભારતના લોકોને ફાયદો જ ફાયદો, જાણો કેમ

Published By: Jaydeep Shah

Last Updated: 11:56 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લાનાં એલન મસ્કે ભારતમા સેટેલાઈટના માધ્યમથી ઇન્ટરનેટ કારોબાર માટે મંજૂરી માંગી છે, જેથી હવે રિલાયન્સ જિયો તથા ભારતી ગ્રુપ સાથે તેમની ટક્કર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

  • ભારતમા બ્રોડબેન્ડ માર્કેટમાં હવે મસ્ક કરવા માંગે છે એન્ટ્રી 
  • રિલાયન્સ જિયો અને ભારતી ગ્રુપ સાથે થશે ટકરાવ 
  • સેવાઓ સસ્તી થવાની સંભાવના 

 

બ્રોડબેન્ડનાં ઘરેલૂ માર્કેટમાં આવનાર સમયમાં એક મોટી જંગ જોવા મળી શકે છે. ટેસ્લાનાં એલન મસ્કે ભારતમા સેટેલાઈટના માધ્યમથી ઇન્ટરનેટ કારોબાર માટે મંજૂરી માંગી છે. આ સેગમેન્ટમાં ભારતી ગ્રુપ અને રિલાયન્સ જિયો પહેલાથી જ પગલું મૂકી ચૂક્યા છે. આવામાં સંભાવના છે કે ભવિષ્યની ટેકનિક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે આ કંપનીઓ વચ્ચે ટક્કર જોવા મળે. જોકે, આ ટક્કર ગ્રાહકો માટે ફાયદો લઈને જ આવશે. કેમકે સંચાર માટે અત્યંત કારગર પણ મોંઘી આ ટેકનિકમાં ઘણી કંપનીઓનાં ઉતરવાથી આશા છે કે આ સેવા સસ્તી પણ થઈ શકે. 

શું છે મસ્કનો પ્લાન ?
મસ્કની કંપની સ્પેસએક્સે ભારતમા સેટેલાઈટનાં માધ્યમથી બ્રોડબેન્ડ કારોબાર માટે મંજૂરી માંગી છે. રિપોર્ટ્સ અનુસાર, પોતાના બ્રાંડ સ્ટારલિન્કનાં માધ્યમથી ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઈટ સર્વિસ એટલે કે જીએમપીસીએસ માટે પરમિટ લેવા હેતુ સંચાર વિભાગને અરજી આપવાની તૈયારી ચાલી રહી છે. કંપનીની નજર ભારતમાં આ ઊભરતા સેક્ટરમાં પોતાની ભાગીદારી નક્કી કરવા પર છે, જેનો આકાર વર્ષ 2025 સુધીમાં 13 અરબ ડોલર થવાનું અનુમાન છે. 

આ પગલાં સાથે સંભાવના છે કે સેટેલાઈટ સર્વિસને બ્રોડબેન્ડનાં માર્કેટમા મસ્ક મુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલને પડકાર આપે. ભારતી ગ્રુપના સમર્થનમા વનવેબ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમની સેટેલાઈટ યૂનિટ પહેલા જ આ સેક્ટર પર પોતાની નજરો રાખીને બેઠા છે. આ બંને કંપનીઓ પહેલાથી જ પરમિટ માટે અરજી કરી ચૂકી છે. 

આ જંગથી શું થશે ફાયદો?
સેટેલાઇટ દ્વારા બ્રોડબેન્ડ ખૂબ જ અસરકારક સેવા છે, તેનાથી ખૂબ જ દૂરના વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસ આપી શકાય છે. અને આ વિસ્તારોને શહેરો અને અન્ય હાઇટેક સિસ્ટમ્સ સાથે સરળતાથી જોડી શકાય છે. જેના કારણે બેંકિંગથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અહીં સરળતાથી પહોંચી શકે છે. આ સેવાઓ કટોકટીમાં પણ મદદ કરે છે. જો કે, સેટેલાઇટ દ્વારા આપવામાં આવતી સુવિધાને કારણે, સેવાઓ સામાન્ય સેવાઓ કરતા ઘણી મોંઘી છે. જૉકે, હરીફાઈ વધવાથી સંભાવના છે કે આ સેવાઓ માટે કિંમતોમાં ઘટાડો થઈ શકે. આ સાથે જ ગામડાઓ, પહાડી વિસ્તારો વગેરેમાં પણ સેવ પહોંચી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Mukesh Ambani business એલન મસ્ક રિલાયન્સ જિયો business

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ