ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / china withdraws the proposal in iaea because of india's diplomacy

કૂટનીતિ / વિશ્વના મોટા મંચ પર ભારતની કૂટનીતિ સામે ફેલ થઈ ચીનની ચાલાકી, પરત લેવો પડ્યો ખાસ પ્રસ્તાવ

Published By: Jaydeep Shah

Last Updated: 09:08 AM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન IAEAમાં પ્રસ્તાવ પાસ કરવા માંગતુ હતું પણ ભારતે પોતાની કૂટનીતિથી ચીનને પ્રસ્તાવ પાછો ખેંચવા પર મજબૂર કરી દીધું.

ADVERTISEMENT

  • ચીને IAEAમાં પ્રસ્તાવ પાસ કરવાનો કરી કોશિશ 
  • ભારતે કૂટનીતિથી ઘણા નાના દેશોને પ્રસ્તાવની વિરોધમા કર્યા 
  • ચીને 30 સપ્ટેમ્બરના રોજ પ્રસ્તાવ પરત લઈ લીધો 

ચીને IAEAમાં પ્રસ્તાવ પાસ કરવાનો કરી કોશિશ 

ભારતે એકવાર ફરી ચીનની બધી જ ચાલાકીને ફેલ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ની બેઠકમાં એકવાર ફરી ચીને ભારત સામે શર્મસાર થવું પડ્યું, જ્યારે ભારતની કૂટનીતિ સામે તેમનું કંઇ જ ન ચાલ્યું. ઓસ્ટ્રેલિયા - બ્રિટેન અને અમેરિકાનાં સંયુક્ત ગ્રુપ AUKUS સામે ચીન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)માં એક પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યું હતું, પણ ભારત સહિત અન્ય દેશોની કોશિશથી આ પ્રસ્તાવ IAEAના જનરલ કોન્ફરન્સમાં પાસ ન થઈ શક્યો. 

જણાવી દઈએ કે IAEAનું સામાન્ય સંમેલન 26 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી વિયનામા આયોજિત કરવામાં આવ્યું હતું. ચીને ઓસ્ટ્રેલીયાને પરમાણુ - સંચાલિત સબમરીન આપવાની માંગ માટે AUKUS વિરુદ્ધ  એક પ્રસ્તાવ પાસ કરવાની કોશિશ કરી હતી. ચીને તર્ક આપ્યું હતું કે આ પહેલ પરમાણુ અપ્રસાર સંધિ (NPT)હેઠળ તેમની જવાબદારીઓનું ઉલ્લંઘન છે. 

ભારતે કર્યો કુશળ કૂટનીતિનો ઉપયોગ 
એટલું જ નહીં ચીને આ મામલામા IAEAની ભૂમિકાની પણ ટીકા કરી હતી. આ બધા વચ્ચે ભારતે એક મુખ્ય ભૂમિકા નિભાવી અને ચીનના આ પ્રસ્તાવને લઈને પોતાની કુશળ કૂટનીતિનો ઉપયોગ કરીને ઘણા નાનાં દેશોને પ્રસ્તાવની વિરોધમાં કર્યા. ચીનને જ્યારે જાણ થઈ ગઈ કે ભારતના રહેતાં આ પ્રસ્તાવને બહુમતનું સમર્થન નહીં મળે, ત્યારે તેણે પોતાનો આ પ્રસ્તાવ 30 સપ્ટેમ્બરનાં રોજ પરત લઈ લીધો. 

ઘણા દેશોએ કર્યા ભારતના વખાણ 
હવે ભારતની ચતુર અને પ્રભાવશાળી કૂટનીતિનાં IAEAના સદસ્ય દેશો, વિશેષ રૂપથી AUKUS ભાગીદારઓ દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. આ પગલાની ઘણા દેશોએ પ્રસંશા કરી છે. ઓસ્ટ્રેલિયા, યૂનાઇટેડ કિંગડમ અને અમેરિકાએ ચીનનો સામનો કરવા માટે 2021માં AUKUS નામથી સુરક્ષા ભાગીદારીની સ્થાપના કરી હતી, જેની હેઠળ ઓસ્ટ્રેલીયામા પરમાણુ ઊર્જાથી ચાલનાર સબમરીનને બનાવવામાં આવશે. આ કારણે ચીન AUKUS સામે IAEAમાં પ્રસ્તાવ પાસ કરાવવા માંગતુ હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ