બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / china aggression china has moved upto north of india along lac says us foreign secretary mike pompeo

નિવેદન / અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું, LAC પર ભારત તરફ સેના આગળ વધારી રહ્યું છે ચીન

Published By: Mehul

Last Updated: 04:24 PM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ સોમવારે કહ્યું કે ચીન અથૉરિટેરિયન રિજીમ એટલે કે સત્તાવાદી શાસનની જેમ વર્તી રહ્યું છે. તેઓએ કહ્યું કે સત્તાવાદી શાસનની જેમ પગલા ઉઠાવતા ચીન પોતાની સેનાને ભારતની લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (Line of Actual Control - LAC) ની નજીક મોકલી દીધી છે.

  • ચીન અથૉરિટેરિયન રિજીમ એટલે કે સત્તાવાદી શાસનની જેમ વર્તી રહ્યું છે : અમેરિકી વિદેશ મંત્રી
  • ચીન ઉત્તરી ભારતની સીમાની LACની પાસે પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે

માઇક પૉમ્પિયોએ AEI (American Enterprise Institute) માર્ક થિસેન અને ડિનેઅલ લેટ્કાના પૉડકૉસ્ટમાં વાતચીતમાં કહ્યું કે 'અમે સતત જોઇ રહ્યા છે કે ચીન ઉત્તરી ભારતની સીમાની લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની પાસે પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે. નોંધનીય છે કે ગત કેટલાક સપ્તાહમાં લદ્દાખ અને ઉત્તરી સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ચીની અને ભારતીય સેનાની હાજરી વધી છે. જેથી બંને દેશોની સેનાઓ વચ્ચે તણાવ જોવા મળ્યો છે. 

ચીન પર હુમલો કરતા પૉમ્પિયોએ કહ્યું કે ચીન કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીને લઇને દુનિયાભરમાં પોતાની ભૂમિકા નિભાવવામં વિલંબ કરતું રહ્યું. હૉંગકોંગમાં તે લોકોની સ્વતંત્રતા પર હુમલો કરી રહ્યું છે. તેઓએ કહ્યું, ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટીની આ ગતિવિધિ તેનો ચહેરો બતાવે છે. દે દક્ષિણી ચીની સાગરમાં હાજરી વધારી રહ્યું છે. ઇન્ટેલેક્ટુઅલ પ્રોપર્ટીની ચોરી કરી રહ્યું છે. આવા પગલા સત્તાવાદી શાસન ઉઠાવે છે અને તે જે કરી રહ્યું છે, તેની અસર ન માત્ર ચીની અથવા હૉન્ગકોંગના લોકો પર પડશે, પરંતુ આખી દુનિયા પર પણ પડશે.

તેઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે આ પગલાઓ સહિત ભારતની સીમાઓ પર જે ચીન કરી રહ્યું છે, તે હંમેશાથી કરતું રહ્યું છે. તેઓએ કહ્યું કે, આ છેલ્લા છ મહીનાની વાત નથી. અમે જોયું છે કે ચીન ગત કેટલાક વર્ષોથી પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે અને ખુબ જ ઉગ્ર પલગા ઉઠાવી રહ્યું છે. આ ક્રમમાં તે દુનિયાભરમાં ઘણી જગ્યાઓ પર બંદર અથવા બેલ્ટ, તથા રોડ ઇનિશિએટિવ ચલાવી રહ્યું છે. એવી જગ્યાઓ પર જ્યાં તે પોતાન નેવીની હાજરીને વધારી શકે. અમે સતત તેને પોતાની સૈન્ય ક્ષમતા વધારતા જોઇ રહ્યા છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

America India LAC Ladakh Mike Pompeo World News Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ