ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / central government asked rbi about inflation not being in control

સવાલ / મોંઘવારી પર નવ મહિના બાદ પહેલીવાર મોદી સરકારે લીધા આવા એક્શન, RBIને પૂછ્યું કેમ કાબૂમાં નથી કિંમતો?

Published By: Jaydeep Shah

Last Updated: 12:00 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે વધતી જતી મોંઘવારીને લઈને RBI પાસે રિપોર્ટ માંગ્યો છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • સરકારે RBIને વધતી મોંઘવારીને લઈને કર્યા સવાલ 
  • ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બરમાં માત્ર છ વસ્તુના ભાવ ઘટયા 
  • RBI એ રિપોર્ટ બનાવી આપવો પડશે જવાબ 

 

RBIની તમામ કોશિશો છતાં પણ મોંઘવારી સતત 9માં મહિને સંતોષકારક સ્તર કરતાં વધારે છે. હવે RBIએ રિપોર્ટ આપીને વિસ્તારથી આ પાછળનું કારણ જણાવવું પડશે. રિપોર્ટમાં જણાવવું પડશે કે મોંઘવારીને નિર્ધારિત સીમા પર શા માટે ન રાખવામાં આવી અને તેને કાબૂમાં લાવવા કયા કયા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.  

ખાસ વાત છે કે નાણાકીય નીતિ માળખું 2016મા પ્રભાવમા આવ્યા બાદ આ પહેલી વાર હશે જ્યારે RBIએ રિપોર્ટ દ્વારા સરકારને પોતાના પગલાંની જાણકારી આપવી પડશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ મિનિસ્ટ્રી (NSO)ના જણાવ્યા અનુસાર ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માત્ર 6 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.

નિયંત્રિત રાખવાની છે જવાબદારી 
રિટેલ ફુગાવો 2 ટકાના વધારા - ઘટાડા સાથે 4 ટકા પર જાળવી રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે.

આ છે નિયમ 
રિઝર્વ બેન્ક અધિનિયમ હેઠળ જો ફુગાવા માટે નક્કી કરવામાં આવેલ લક્ષ્યને ત્રણ મહિનાઓ સુધી હાસેલ નહીં કરવામાં આવે, તો RBIએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવો પડે છે. 

સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો પાંચ મહિનાની ટોચ પર છે, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની અસર
ખાદ્યપદાર્થો મોંઘા થવાથી રિટેલ મોંઘવારી સપ્ટેમ્બરમા વધીને 7.41 ટકા પર પહોંચી ગઈ છે. આ આ વર્ષે એપ્રિલ બાદથી પંચ મહિનાના ટોપ સ્તર પર છે. આ સમયે રિટેલ કિંમતો પર આધારિત મોંઘવારી 7.79 ટકા રહી હતી. બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં સતત 9મા મહિને રિટેલ ફુગાવાનો દર RBIની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો.

ઓગસ્ટમાં આ 7 ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમા 4.35 ટકા હતો. ખાદ્યપદાર્થોમા મોંઘવારી સપ્ટેમ્બરમાં 8.60 ટકા પર હતી, જે ઓગસ્ટમાં 7.62 ટકા પર રહી હતી. કેન્દ્ર સરકારે RBIને રિટેલ મોંઘવારીને 2થી 6 ટકાની સીમામા રાખવાનું લક્ષ્ય આપ્યું છે. 

અનાજ, શાકભાજી, દાળ અને દૂધ સહિત અન્ય વસ્તુઓમાં મોંઘવારી 
વસ્તુ                     સપ્ટેમ્બર                     ઓગસ્ટ 
અનાજ                   11.53%                    9.57%
માંસ - માછલી          2.55%                     0.98%
દૂધ                          7.13%                     6.39%
શાકભાજી               18.05%                   13.23%
દાળ                         3.05%                     2.52%
મસાલા                   16.88%                   14.90%
ફૂડ -બેવરેજિસ          8.41%                     7.57%
કપડાં                       9.90%                     9.58%
ફૂટવેર                    12.30%                    11.85%
હાઉસિંગ                 4.57%                      4.06%
ઈંડા                       -1.79%                    -4.57%
સ્વાસ્થ્ય                   5.52%                     5.43%

તેલ-ચરબી, બળતણ-વીજળી, ફળો, ખાંડ, મનોરંજન અને મનોરંજન અને વ્યક્તિગત સંભાળમાં ફુગાવો ઓગસ્ટની સરખામણીએ ઘટ્યો છે.

IIP : પાંચ મહિનામાં 7.7 ટકાનો વધારો 
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એટલે કે એપ્રિલ-ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.7 ટકાનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તેનો વિકાસ દર 29 ટકા હતો. ડેટા અનુસાર આ વર્ષે ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 0.7 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમાં 11.1 ટકાનો વધારો થયો હતો. ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 3.9 ટકાનો ઘટાડો થયો છે. પાવર સેક્ટરનો વિકાસ દર 1.4% રહ્યો. ઓગસ્ટ 2021માં 16 ટકાનો મોટો વધારો થયો હતો.


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India RBI આરબીઆઇ RBI

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ