બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Candidate list of BJP will be announced today

ઇલેક્શન 2022 / અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા ફાઇનલ: મોડી રાતે 100 જેટલા BJP નેતાઓના ફોનની વાગી ઘંટડી, જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 08:28 AM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. એવામાં એક સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામ પર મહોર મારી દેવામાં આવી છે. કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા મોડી રાત્રે ફોન પણ કરી દેવામાં આવ્યા છે.

  • આજે જાહેર થશે ભાજપના ઉમેદવારી યાદી
  • અનેક નવા ચહેરાને પણ ભાજપ આપી શકે તક
  • જાણો પાર્ટી કોને કઈ બેઠક પરથી આપી શકે છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનું કાર્ય વેગવંતુ બન્યું છે. આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં 167  ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધાં છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવામાં ભાજપના સંભવિત ઉમેદવારોની એક યાદી VTV પાસે આવી છે. 

વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ પાછી ખેંચી દાવેદારી
ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે પણ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભાની રેસમાંથી બહાર થઈ ગયાં છે. એવી સ્થિતિની વચ્ચે VTV પાસે ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. 

પાર્ટી નવા ચહેરાને આપી શકે છે તક
જે મુજબ ભારતીય જનતા પાર્ટી આ વખતે અનેક નવા ચહેરાને તક આપી શકે છે. પાર્ટી બોટાદની ગઢડા બેઠક પર શંભુનાથ ટુંડિયાને ટિકિટ આપી શકે છે. તો દસાડા બેઠક પરથી પી.કે.પરમારને ટિકિટ આપી શકે છે. આમાંથી કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા ફોન પણ કરી દેવામાં આવ્યા છે. 

જાણો કોને કઈ બેઠક પરથી મળશે ટિકિટ
વઢવાણ બેઠક પર જીગ્નાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા, લીંબડીથી કિરીટસિંહ રાણા, ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ, ગીર સોમનાથ બેઠક પર માનસિંહ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા, વલસાડ બેઠક પર ભરત પટેલ, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ઉમરગામ બેઠક માટે રમણ પાટકર, પારડીથી કનુભાઈ દેસાઈ, રાજકોટ પશ્ચિમથી કમલેશ મીરાણી, અમદાવાદના નિકોલથી જગદીશ પંચાલ, વિસાવદરથી હર્ષદ રીબડીયાને મળી શકે છે ટિકિટ.

આ ઉપરાંત માણવદરથી જવાહર ચાવડા, વિસનગરથી ઋષિકેશ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત, નવસારી વિધાનસભા બેઠક ઉપર રાકેશ દેસાઈ, ભરૂચ બેઠક પરથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર બેઠક પર ઇશ્વરસિંહ પટેલ, વાગરા બેઠક માટે અરૂણસિંહ રાણા, જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી અને ઝઘડિયા બેઠક પરથી રિતેશ વસાવાને ટિકિટ મળી શકે છે. 

સુરતની કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરિયા, ઉધના બેઠક પરથી મન પટેલને મળી શકે છે ટિકિટ. આ ઉપરાંત મજુરા બેઠક પર હર્ષ સંઘવી, લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ, કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી, વરાછા બેઠક પર કુમાર કાનાણી, કતારગામ બેઠક પર વિનુ મોરડિયા, સુરત ઉત્તર કાંતિ બલર, સુરત પૂર્વ બેઠક પર અરવિંદ રાણા, ઓલપાડ બેઠક પર મુકેશ પટેલને પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ