બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Cabbage has the power to eliminate cancer: use it this way, not only as a vegetable, you will get huge benefits

હેલ્થ ટિપ્સ / કેન્સરને દૂર કરવાની તાકાત છે કોબીજમાં: શાકમાં જ નહીં આ રીતે કરો ઉપયોગ, મળશે જોરદાર ફાયદા

Megha

Last Updated: 03:02 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં કોબીનું ભરપૂર પ્રમાણમાં સેવન કરવું જોઈએ, પણ શું તમે ક્યારેય કોબીનું જ્યૂસ પીધું છે? જો ન પીતા હો તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • શું તમે કોબીનું જ્યૂસ પીધું છે?
  • શિયાળામાં ભરપૂર ફાયદા મેળવવા પીઓ કોબીનો જ્યૂસ
  • કોબીના જ્યૂસમાંથી મળશે પોષકતત્ત્વોનો ભંડાર

શિયાળામાં ચારે બાજુ લીલાં શાકભાજી જોવા મળે છે. કોબી પણ લીલીછમ અને સ્વાદિષ્ટ આવતી હોવાથી તેનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે, તેમાં રહેલાં પોષકતત્ત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.  કોબીનું શાક તો આપણા ઘરમાં બનતું જ હશે, સાથે-સાથે તેનું સલાડ પણ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ચાઈનીઝ વાનગીઓ અને સૂપ બનાવવા માટે પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે કોબીનું જ્યૂસ પીધું છે? જો ન પીતા હો તો તેના ફાયદા વિશે જાણી લો, તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. કોબીમાં વિટામિન, ઝિંક, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફાઈટોન્યૂટ્રીએન્ટ્સ વગેરે ભરપૂર હોય છે. 

કોબીના જ્યૂસમાંથી મળશે પોષકતત્ત્વોનો ભંડાર
કોબીનો જ્યૂસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે, તેમાં રહેલાં વિટામિન અને અન્ય પોષકતત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય કોબીમાં ભરપૂર માત્રામાં એ‌િન્ટ-ઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને નુકસાનકારક ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત કોબીનો જ્યૂસ પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

ઈન્ફ્લેમેશનની સમસ્યામાં ફાયદાકારક 
કોબીમાં એ‌િન્ટ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, તેમાં સલ્ફર કમ્પાઉન્ડ પણ હોય છે, જે શરીરમાં થતા ઈન્ફ્લેમેશનને ઘટાડવામાં ફાયદાકારક ગણાય છે. રોજ સવારે કોબીનો જ્યૂસ પીવાથી શરીરમાં આવતા સોજાને ઘટાડવામાં ફાયદો મળે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે બહુ જલ્દી બીમાર પડી શકો છો, તેનાથી બચવા માટે રોજ સવારે કોબીનો જ્યૂસ પીવો જોઈએ. કોબીના જ્યૂસમાં રહેલ એ‌િન્ટ-ઓક્સિડેન્ટ અને વિટામિન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે.

ફ્રી રેડિકલ્સથી બચાવે છે 
કોબીના જ્યૂસમાં રહેલ વિટામિન-સી અને એ‌િન્ટ-ઓક્સિડેન્ટ ગુણો શરીરને નુકસાનકારક ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. રોજ સવારના સમયે તેનો જ્યૂસ પીવાનું ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

એન્ટિ કેન્સર ગુણો હોય છે કોબીના જ્યૂસમાં
કોબીમાં એ‌િન્ટ કેન્સર ગુણો હોય છે, તેમાં રહેલ સલ્ફોરાફેન શરીરમાં કેન્સર કોશિકાઓને વિકસિત થતી અટકાવે છે, તેનું નિયમિત સેવન કરવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.

આંખો માટે પણ ફાયદાકારક
આંખ માટે પણ કોબીનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક ગણાય છે, તેમાં રહેલાં પોષકતત્ત્વો આંખની રોશની વધારે છે. નિયમિત તેનું સેવન કરવાથી મોતિયાની સમસ્યામાં બહુ રાહત મળે છે. સ્વાસ્થ્ય માટે કોબીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

Disclaimer:
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ