બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / business-google-maps-and-search-is-using-for-banking-fraud

NULL / સાવધાન! આ એપ્લિકેશન યૂઝ કરતાની સાથે જ થઇ રહ્યા છે લોકોના બેંક એકાઉન્ટ ખાલી

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગૂગલ મેપ્સ વિશે તમે સારી રીતે જાણતા હશો ક્યારેક કોઇ જગ્યાએ પહોંચવા માટે સામાન્ય રીતે લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ જ ગૂગલ મેપ્સની મદદથી ચોર તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે? જી હા  આ સત્ય છે કે ગૂગલ મેપ્સની મદદથી લોકોને છેતરીને તેમના બેંક એકાઉન્ટની જાણકારી સરળતા મેળવી શકાય છે. આ વિશે જાણીએ કે કઇ રીતે ગૂગલ મેપ્સની મદદથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે અને સાવધાન રહેવા માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

વાસ્તવમાં ગૂગલની એક પોલિસી છે જેને યુઝર જનરેટેડ કોન્ટેન્ટ પોલિસી કહેવામાં આવે છે. આ પોલિસી હેઠળ ગૂગલ મેપ્સ પર આપવામાં આવી જાણકારી કોઇ પણ એડિટ કરી શકે છે. ગૂગલ મેપ્સમાં આપવામાં આવેલી જાણકારીમાં મોબાઇલ નંબરની સાથે સાથે એડ્રેસ પણ હોય છે. 

સાયબર પોલીસ અનુસાર અનેક કસ્ટમર્સ ઇન્ટરનેટ પર બેન્ક કૉન્ટેક્ટની ડિટેઇલ્સ સર્ચ કરે છે અને તે બાદ તેઓ ખોટા નંબર પર જાણકારી માટે કૉલ કરે છે. તેઓ નથી જાણતા કે તેઓ સ્કેમર સાથે વાત કરી રહ્યાં છે અને પોતાની બેન્ક સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી આપી દે છે. તેમાં પિન તથા સીવીવી સુધી સામેલ છે. જે ડેબિટ કાર્ડની મહત્વપૂર્ણ માહિતી છે. તેનાથી સ્કેમર્સ આરામથી તે શખ્સનું બેન્ક એકાઉન્ટ સાફ કરી દે છે.

લોકોને મુર્ખ બનાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લેવા માટે સ્કેમર્સ ગૂગલ મેપ્સ અને ગૂગલ સર્ચ કન્ટેન્ટ પર બેન્કના બદલે ખોટો નંબર અને જાણકારી એડ કરી દે છે. લોકોને લાગે છે કે ગૂગલ પર આપવામાં આવેલો નંબર સાચો છે અને તે તેને બેંકનો નંબર સમજીને કૉલ કરે છે. તેવામાં કૉલર પણ બેંકના કર્મચારીની જેમ વાત કરે છે અને કૉલ કરનારને જાણ પણ નથી થતી કે તે ફ્રૉડ છે. આ રીતે તે યુઝર પાસે તેના  ATM અને ક્રેડિટ કાર્ડની તમામ ડિટેલ્સ માગે છે. ડીટેલ્સ મળ્યા બાદ અનેક રીતો છે જેની મદદથી બેંકમાંથી પૈસા લઇ શકાય.

એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ સાયબર પોલીસના એસબી બાલસિંગ રાજપૂતે જણાવ્યું કે અમને આવી ત્રણ ફરિયાદ મળી છે જે બેન્ક ઑફ ઇન્ડિયાની છે. આ ત્રણ કેસ અંગે અમે ગૂગલને જાણ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ