બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / bollywood coronavirus effect bollywood and hindi film industry will loss 800 cr due to this chaos
ADVERTISEMENT

દેશની લગભગ તમામ રાજ્ય સરકારોએ સિનેમાઘર બંધ રાખવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં 3,500થી વધુ સ્ક્રીન બંધ કરી દેવામાં આવ્યા છે. હિન્દી ફિલ્મોના મુખ્ય બેલ્ટ ગણાતા મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને બિહારનાં તમામ થિયેટર બંધ છે.
ADVERTISEMENT

બીજી તરફ ઘણી ફિલ્મની રિલીઝ તારીખ પણ પાછી ઠેલવામાં આવી છે. થિયેટર બંધ થવાના કારણે 'બાગી' અને 'ઇંગ્લિશ મીડિયમ' જેવી મોટા બજેટની ફિલ્મોને પણ નુકસાનના ભોગ બનવું પડ્યું છે.
ADVERTISEMENT
અન્ય એક બિગ બજેટ ફિલ્મ 'સૂર્યવંશી'ની રિલીઝ ડેટ પણ પાછળ ઠેલાઈ ગઈ છે. ફિલ્મ અને ટીવી શોનું શૂટિંગ બંધ થઈ ગયું છે. નિર્માતાઓ ઉપરાંત સિનેમાઘરના માલિકો પણ હાલ મોટું નુકસાન ભોગવી રહ્યા છે.

ADVERTISEMENT
જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું કે પ્રોડક્શન, ડિસ્ટ્રિબ્યૂશન અને એક્ઝિબિશન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયાં હોવાથી ફિલ્મ ઉદ્યોગને થનારું નુકસાન અનેકગણું વધવાની આશંકા છે.
ફિલ્મ ક્રિટિક રાજ બંસલના કહેવા પ્રમાણે જો ભારતભરનાં થિયેટર બંધ રહેશે તો થિયેટર માલિકોને એક અઠવાડિયામાં આશરે 40 થી 50 કરોડનું નુકસાન થશે. ટ્રેડ વિશ્લેષક કોમલ નાહટાએ પણ કોરોના વાઈરસના કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અંદાજે 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.