ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Black Friday has proved to be for the Indian stock market

બ્લેક ફ્રાઈડે / શેર માર્કેટ કડડભૂસ: સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટતાં 4લાખ કરોડ રૂપિયા 'સ્વાહા', નિફ્ટી પણ ડાઉન

Published By: ParthB

Last Updated: 03:59 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવાર ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે.સેન્સેક્સ 1000 તૂટતાં 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ADVERTISEMENT

  • સેંસેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો 
  • નિફ્ટી લગભગ 16,195ની આસપાસ 
  • લગભગ બધા સેક્શન છે લાલ નિશાનમાં 

શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

રોકાણકારોની ભારે વેચવાલીથી મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,000 પોઈન્ટ્સ લપસી ગયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ 300 પોઈન્ટ તૂટ્યો છે. BSE સેન્સેક્સ હાલમાં 1,071 પોઈન્ટના ઘટાડા સાથે 54,249 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 283 પોઈન્ટના ઘટાડા સાથે 16,195 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

બેન્કિંગ અને IT શેરોમાં ઘટાડો 

શેર બજરાને ઘટાડા પાછળ બેન્કિંગ અને IT સેક્ટરનના સ્ટોક્સનો મોટો હાથ છે. જેમાં સૌથી વધુ વેચવાલી મળી હતી. ઉલ્લેખનીય છે કે, જો દુનિયાભરના દેશોના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મોંઘવારી પરેશાન કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ચિંતા યથાવત છે. આ કારણોસર બજારમાં દબાણ છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે. આ કારણે ડોલર સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.

છૂટક ફુગાવાના ડેટાની રાહ જોવાઈ રહી છે

સોમવારે, આંકડા મંત્રાલય મે મહિના માટે છૂટક ફુગાવાના ડેટા જાહેર કરશે, જેના પર બજાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 7.79 ટકા હતો, જે આઠ વર્ષમાં સૌથી વધુ છે. 

અમેરિકાના ફુગાવાનો ડેટા જાહેર કરવામાં આવશે

અમેરિકાના રોકાણકારો US CPI Dataની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં મોંઘવારી વધવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જેના કારણે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.
 

રોકાણકારોને 4 લાખ કરોડનું નુકસાન થયું

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ લગભગ રૂ. 4 લાખ કરોડ ઘટીને રૂ. 251.72 લાખ કરોડ થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

NSE Stock Exchange bse stock market એનએસઈ બીએસઈ સ્ટોક માર્કેટ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ