ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:56 PM, 1 March 2024
ADVERTISEMENT
સનાતન ધર્મમાં અનેક ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં ધર્મ અને જીવન સાથે જોડાયેલ અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક ગ્રંથોમાં સાંસારિક અને વ્યાવહારિક જ્ઞાન વિશે જણાવવામાં આવ્યું છે. ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. માનવામાં આવે છે કે, આ 4 પ્રકારનું ભોજન કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પહેલુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, ભોજનની થાળીને પાર કરવામાં આવે તે ભોજન કીચડ સમાન માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના ભોજનનું સેવન ના કરવું જોઈએ. માનવામાં આવે છે. ભોજનની થાળી ભૂલથી પણ પાર કરવામાં આવે તો તે ભોજન જાનવરને ખવડાવી દેવું.
બીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીને પગ અડી ગયો હોય તે ભોજન ખાવાલાયક રહેતું નથી. ગીતામાં આ પ્રકારના ભોજનને અયોગ્ય માનવામાં આવે છે. ગીતા અનુસાર જે ભોજનને ઠેસ વાગી હોય તે ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ કારણોસર આ ભોજન બિલ્કુલ પણ ના કરવું જોઈએ.
ADVERTISEMENT
ત્રીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીમાંથી વાળ નીકળે તે ભોજન યોગ્ય માનવામાં આવતું નથી. આ પ્રકારનું ભોજન દૂષિત માનવામાં આવે છે. જે વ્યક્તિ આ ભોજન કરે તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
વધુ વાંચો: આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ મહિનો: ધન અને વૈભવમાં થશે વૃદ્ધિ
ADVERTISEMENT
ચોથુ ભોજન-
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તે ભોજનને માદક પદાર્થ સમાન માનવામાં આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. આ થાળીમાં ત્રીજી વ્યક્તિ શામેલ થાય તો તેમની વચ્ચે અંતર ઊભું થવા લાગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો