ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને ડાન્સર જે.લો એટલે કે જેનિફર લોપેઝે શનિવારે રાત્રે બેન એફ્લેક લાથે લગ્ન કરી લીધા છે. જેનિફર અને એફ્લેક 20 વર્ષ પહેલા પણ રિલેશનશિપમાં હતા, પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. હવે એપ્રિલ મહિનામાં ફરી સગાઈ કર્યા બાદ શનિવારે તેઓએ લગ્ન કરી લીધા.
લાસ વેગાસમાં જેનિફર-બેન એફ્લેક કર્યા લગ્ન
ADVERTISEMENT
હોલિવુડની પ્રખ્યાત સિંગર-એક્ટર જેનિફર લોપેઝ અને બેન એફ્લેકની 20 વર્ષની પ્રેમ કહાની લગ્નમાં પરિણમી. તેઓએ શનિવારે લાસ વેગાસમાં લગ્ન કર્યા. લગ્ન શનિવારે મોડી રાત્રે થયા હતા અને જેનિફરે રવિવારે તેની જાહેરાત કરી હતી. આ પહેલા બંનેએ આ વર્ષે એપ્રિલ મહિનામાં સગાઈની જાહેરાત કરી હતી. લગ્ન પછી જેનિફર લોપેઝે પોતાનું નામ બદલીને જેનિફર એફ્લેક રાખ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2002માં સગાઇ બાદ થઇ ગયુ હતુ બ્રેકઅપ
મહત્વનું છે કે વર્ષ 2000ની આસપાસ બંનેનું અફેર ચર્ચામાં હતું. વર્ષ 2002માં બંનેએ સગાઈ કરી હતી પરંતુ એક વર્ષ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તે પછી બંનેએ અલગ-અલગ પાર્ટનર સાથે લગ્ન કર્યા અને તેમને બાળકો છે. પરંતુ ગયા વર્ષે બંને ફરી સાથે આવ્યા અને લગ્ન કરી લીધા.
ADVERTISEMENT
જેનિફરનો બ્રાઈડલ લુક આવ્યો સામે
જેનિફર લોપેઝના હેરસ્ટાઈ લિસ્ટ ક્રિસ એપલટાઉને અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં જેનિફર સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા ક્રિસે લખ્યું, 'લગ્ન પહેલાની છેલ્લી ક્ષણોનો અહેસાસ.'
ADVERTISEMENT
લગ્નને લઇને શું કહ્યુ જેનિફરે ?
જેનિફર અને બેને એક ન્યૂઝલેટર દ્વારા તેમના લગ્નની જાહેરાત કરી. જેનિફરે તેમાં લખ્યું છે, 'પ્રેમ સુંદર છે, પ્રેમ દયાળુ છે. એટલે પ્રેમ પણ સહનશીલ છે. 20 વર્ષ રાહ જોઇ. જેમ આપણે ઇચ્છતા હતા.' આ મેસેજની સાથે અંતમાં તેણે લખ્યું કે મિસિઝ, જેનિફર લિન એફ્લેક.
જેનિફરના 3 વખત જ્યારે બેનના 1 વખત થઇ ગયા છે લગ્ન
તમને જણાવી દઈએ કે 52 વર્ષીય જેનિફર અને 49 વર્ષીય બેન એફ્લેક તેમના અફેર દરમિયાન 'બેનિફર' તરીકે ઓળખાતા હતા. છેલ્લી સગાઈ તૂટ્યા બાદ બેને 2005માં જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા હતા. બેન અને ગાર્નરને 3 બાળકો છે. બંનેએ વર્ષ 2018માં છૂટાછેડા લીધા હતા. જેનિફર લોપેઝે પણ આ પહેલા 3 વખત લગ્ન કરી ચૂકી છે. તેના લગ્ન ઓજાની નોઆ સાથે 1997 થી 1998 સુધી ચાલ્યા. આ પછી તેણે ક્રિસ જુડ સાથે લગ્ન કર્યા જે 2001 થી 2003 સુધી ચાલ્યા. વર્ષ 2004માં જેનિફરે સિંગર માર્ક એન્થોની સાથે લગ્ન કર્યા હતા જે 10 વર્ષ સુધી ચાલ્યા. જો કે 2014માં બંનેના છૂટાછેડા થઇ ગયા. આ લગ્નથી જેનિફર અને માર્કને 2 જોડિયા બાળકો પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT