બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / belarusian premier league football season kicks off in belarus with fans despite coronavirus outbreak
ADVERTISEMENT
બેલારૂસમાં બેલારુસિયન પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવી છે. બેલારૂસમાં કોરોનાના 51 કેસ સામે આવ્યા છે, પરંતુ એકેય મોત થયું નથી.

ADVERTISEMENT
ગત ગુરુવારે બેલારૂસની રાજધાની મિન્સકમાં બેલારૂસિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ મેચ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી વચ્ચે શરૂ કરવામાં આવી. એવું પણ નથી કે બેલારૂસમાં કોરોનાના કેસ નથી મળ્યા, પરંતુ બેલારૂસના ફૂટબોલ ફેડરેશન (BFF)નું કહેવું છે કે દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

ADVERTISEMENT
બેલારૂસ ફૂટબોલ ફેડરેશનના ચેરમેન વ્લાદિમિર બઝાનોવનું કહેવું છે કે ''ટૂર્નામેન્ટ નિયમ કાર્યક્રમ પ્રમાણે જ આયોજિત થશે, કારણ કે દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. એવું કયું કારણ છે, જેના કારણે અમે આ લીગને શરૂ ના કરી શકીએ? શું દેશમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે? અહીં જરા પણ ગંભીર સ્થિતિ નથી. આથી જ અમે નિર્ણય કર્યો છે કે નક્કી કરેલા સમય પ્રમાણે જ આ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવે.''
.jpg)
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે યુરોપમાં અનેક મોટી ફૂટબોલ લીગ રદ કરી દેવામાં આવી છે, જેમાં યુરોપ, પ્રીમિયર લીગ, ચેમ્પિયન્સ લીગ, યુરો કપ, યુરોપ લીગ, લા લિગા અને તમામ ઘરેલુ ટૂર્નામેન્ટ સામેલ છે, જે કોરોના વાઇરસને કારણે સ્થિગત કરી દેવામાં આવી છે અથવા રદ કરી નાખવામાં આવી છે.
બીબીએફનું કહેવું છે કે યુરોપમાં તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરવામા આવી રહી છે, પરંતુ હજારો ચાહકો સ્ટેડિયમની બહાર એકઠા થઈ જાય છે. આ સ્થિતિમાં અમે શું કરીએ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.