ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:41 PM, 13 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
આવતા વર્ષે મહિલા IPLની પહેલી સિઝન સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાંચ ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓને અનુમતિ આપવા પર વિચાર કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, મહિલા IPL માટે અસ્થાયી વિન્ડો માર્ચ 2023 છે, જે દક્ષિણ આફ્રિકામાં 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહિલા T20 વર્લ્ડ કપ પછી અને પુરુષોની IPLની શરૂઆત પહેલા છે.
ADVERTISEMENT
મહિલા IPLમાં સામેલ થશે 5 ટીમો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇલેવનમાં વધારેમાં વધારે ચાર વિદેશી ખેલાડીઓ આઇસીસીનાં પૂર્ણ સદસ્ય દેશોમાંથી હોય શકે છે, આના પર વિચાર કરવામાં આવશે, જ્યારે એક ખેલાડી સહયોગી રાષ્ટ્રનો હોય શકે છે. મહિલા IPLમા ટીમોનાં નામકરણનાં સંદર્ભમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈને અત્યાર સુધી ઝોન-વાઈઝ કે ટીમ-વાઈઝ ફોર્મેટ વચ્ચે નિર્ણય લેવાનો છે, જેનો ઉપયોગ પુરુષ આઇપીએલમાં કરવામાં આવે છે અને આઈપીએલ અધ્યક્ષ અને બીસીસીઆઈનાં પદાધિકારીઓ દ્વારા ટીમોની સાથે સાથે વેન્યૂ પર પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
BCCI તૈયાર કરશે તગડો પ્લાન
મહિલા IPL અલગ ફોર્મેટમા યોજાઇ શકે છે, જેમાં એક શહેરમા રમવાની બધી જ મેચ બીજા સ્થાન પર જતાં પહેલા રમાઈ જશે. આ ફોર્મેટનો ઉપયોગ IPL 2021મા કરવામાં આવ્યો હતો, કોવિડ - 19નાં પ્રકોપે ટૂર્નામેન્ટ અટકાવી તે પહેલા. ત્યાર બાદ એ જ વર્ષે ટૂર્નામેન્ટ યૂએઈમાં થઈ હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે માત્ર 20 લીગ મેચને ધ્યાનમાં રાખીને, મહિલા IPL માટે પ્રતિ સિઝન ઓછામાં ઓછા બે સ્થાન સામેલ હશે. એટલા માટે 2023 સિઝન બે સ્થાન પર, 2024 બે અન્ય સ્થાન પર અને 2025 શેષ સ્થાનો પર રમવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ