ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:38 PM, 2 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે બેન્ક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારા માટે આ કામની ખબર છે. બેન્કે પોતાના અમુક મોટાં નિયમો બદલ્યા છે. ગઇકાલ એટલે કે 1 ફેબ્રુઆરીથી બેન્કે નવા નિયમો લાગુ કર્યા છે . જો તમે બેન્કના આ નવા નિયમો વિશે નથી જાણતા તો તમને કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ચેક ક્લીયરન્સ સિસ્ટમમાં આવેલ બદલાવ
બેન્ક ઓફ બરોડાના ચેક ક્લીયરન્સ (Positive Pay Confirmation) સાથે જોડાયેલા નિયમો બદલાઈ ગયા છે. બેન્ક તરફથી મળેલ જાણકારી અનુસાર, 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે હવે કન્ફર્મેશન ફરજિયાત થઈ ગયું છે. જો ચેકનું કન્ફર્મેશન થતું નથી તો તે ચેકને પાછો પણ કરવામાં આવી શકે છે. જોકે આ નિયમ 10 લાખ કે તેનાથી વધારે રકમના ચેક પર જ લાગુ થશે.
ADVERTISEMENT
બેન્કે ગ્રાહકોને કરી અપીલ
બેન્કે પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે તમે સીટીએસ ક્લિયરીગ માટે પોઝિટિવ પે ની સુવિધાનો લાભ લો. બેન્કે આ નિયમ ચેકમાં થવાવળી છેતરપિંડીથી બચવા માટે લાગુ પાડ્યો છે. બેન્કે કહ્યું છે કે વિભિન્ન માધ્યમો દ્વારા વિગતોની ફરી તપાસ કરી ખુદને છેતરપિંડીથી બચાવો.
આ સાથે જ પોઝિટિવ પે કન્ફર્મેશન માટે બેન્ક ઓફ બરોડાએ ગ્રાહકો માટે વર્ચુઅલ મોબાઈલ નંબર 8422009988 ની સુવિધા પણ આપી છે. અઅ નવા નિયમ હેઠળ સીપીપીએસ લખ્યા બાદ અકાઉંટ નંબર, ચેક નંબર, ચેક ડેટ, ચેક અકાઉંટ, ટ્રાન્ઝેક્શન કોડ, પેયીનું નામ સાથે 8422009988 પર મોકલવા પર કન્ફર્મેશન થશે. આ ઉપરાંત, ગ્રાહક ટોલ ફ્રી નંબર 1800 258 4455 તથા 1800 102 4455 પર ફોન કરી શકાય છે.
ADVERTISEMENT
પોઝિટિવ પે સિસ્ટમ શું છે?
પોઝિટિવ પે સિસ્ટમ ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. આ ચેકના કલેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) માં પોઝિટિવ પે સુવિધા બેન્કોને ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ 50 હજાર કે તેનાથી વધારે અમાઉન્ટના ચેક દ્વારા પેમેન્ટ પર લાગુ થશે.
કેવી રીતે કામ કરે છે પોઝિટિવ પે સિસ્ટમ
આ સિસ્ટમના માધ્યમથી ચેકની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ATM ના માધ્યમથી આપવામાં આવી શકે છે. ચેક પેમેન્ટ કરતાં પહેલા આ જાણકારીઓની ફરીવાર તપાસ કરવામાં આવશે. જો આમાં કોઈ ગડબડ હશે તો બેન્ક તે ચેકને રિજેક્ટ કરી દેશે. અહિ જો બે બેન્કનો મામલો હશે એટલે કે જે બેન્કનો ચેક કપાયો છે તથા જે બેંકમાં ચેક નાખવામાં આવ્યો છે, બંનેને આ જાણકારી આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો