બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / australian prime minister shares pic of scomosa then pm modi says will enjoy samosa together

ફોટો / ઓસ્ટ્રેલિયાના PMએ શૅર કરી 'ScoMosa' ની ફોટો, વડાપ્રધાન મોદીએ કહ્યું, ''સાથે ખાઇશું સમોસા''

Published By: Mehul

Last Updated: 08:15 PM, 31 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન (Scott Morrison) એ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર હાલમાં જ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં મૉરિસને એક ફોટો પોસ્ટ કરી છે, જેમા તેઓ હાથમાં ટ્રે પકડેલા નજરે પડી રહ્યા છે. પોતાની ટ્રેમાં તેઓએ ભારતની પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ ડિશ સમોસા પકડી રાખી છે. તેની સાથે કેરીની ચટણી પણ નજરે પડી રહી છે.

  • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસને ટ્વિટર હેન્ડલ પર સમોસાની ડિશ સાથે એક ટ્વીટ કર્યું
  • આ સપ્તાહે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મિટિંગ કરીશ : સ્કૉટ મૉરિસન 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ ફોટોને પોસ્ટ કરતા લખ્યું, ''કેરીની ચટણીની સાથે સન્ડે સ્કૉ-મોસા એટલે સમોસા''. તેઓ આગળ લખે છે કે, ''આ સપ્તાહે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મિટિંગ કરીશ. જેમા હું તેમની સાથે આ 'ઇન્ડીયન રેસિપી' શૅર કરવા ઇચ્છું છું. 

 

સ્કૉટ મૉરિસને આ ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે. જે બાદ પીએમ મોદીએ આ ટ્વિટને રિટ્વીટ કરતા લખ્યું કે, ''એકવાર આ કોરોના વાયરસની વિરુદ્ધ જંગ જીતી લઇએ, તો જરૂર એક સાથે બેસીને સમોસાના આનંદ લઇશું. મળીશું 4 જૂને વીડિયો કોન્ફરન્સિંગમાં''. 

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૉરિસન અને મોદીની બેઠક આગામી 4 જૂને યોજાશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે, જેમા બંને દેશોના વિજ્ઞાન અને ટેક્નોલોજી, સૈન્ય સહિત બીજા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરાશે. કોરોના વાયરસથી આખી દૂનિયા લડી રહી છે. પીએમ મોદીએ પણ જી-20 દેશોથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના પર ખાસ વાતચીત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Narendra Modi National News Scott Morrison samosa ઓસ્ટ્રેલિયા picture

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ